Get The App

પાકિસ્તાન પર મહેરબાન ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા હવે ખતરનાક મિસાઈલ વેચવાની તૈયારીમાં

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાન પર મહેરબાન ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા હવે ખતરનાક મિસાઈલ વેચવાની તૈયારીમાં 1 - image

Image: X



Pakistan: એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી 'AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ' (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. મંગળવારે પ્રકાશિત એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક શસ્ત્ર કરારમાં AIM-120 AMRAAM મિસાઇલના ખરીદદારોમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે.

આ પણ વાંચોઃ જયપુર-અજમેર હાઈવે પર ગેસ સિલિન્ડર લઈ જતી ટ્રકમાં વિસ્ફોટ, અફરાતફરી મચી, CMના તપાસના આદેશ

કોન્ટ્રાક્ટમાં 30થી વધુ દેશોનો સમાવેશ

આ કરારમાં બ્રિટન, પોલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, કતાર, ઓમાન, કોરિયા, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, નેધરલેન્ડ, ચેક રિપબ્લિક, જાપાન, સ્લોવાકિયા, ડેનમાર્ક, કેનેડા, બેલ્જિયમ, બહેરીન, સાઉદી અરબ, ઇટાલી, નોર્વે, સ્પેન, કુવૈત, સ્વીડન, તાઇવાન, લિથુઆનિયા, ઇઝરાયેલ, બલ્ગેરિયા, હંગેરી અને તુર્કી સહિત 30થી વધુ દેશોને વિદેશી સૈન્ય વેચાણ (Foreign Military Sales)નો સમાવેશ થાય છે.

નવા મિસાઇલથી એરફોર્સની તાકાત વધશે

જોકે, પાકિસ્તાનને કેટલી નવી AMRAAM મિસાઇલો આપવામાં આવશે તે અંગે હજી સ્પષ્ટતા નથી, પરંતુ આ સમાચાર સામે આવતાં પાકિસ્તાની વાયુસેનાના F-16 કાફલાને વધુ અદ્યતન બનાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મામલો

નોંધનીય છે કે, પાકિસ્તાન એરફોર્સના ચીફ ઑફ એર સ્ટાફ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબરે જુલાઈમાં અમેરિકાના વિદેશ વિભાગની મુલાકાત લીધી હતી. સંરક્ષણ પ્રકાશન કુવા (Kuwa) મુજબ, જે મિસાઇલ પાકિસ્તાનને મળવાની શક્યતા છે, તે AIM-120C8 છે, જે AIM-120Dનું નિકાસ સંસ્કરણ (Export Version) છે. આ મિસાઇલ અમેરિકન સેવામાં AMRAAMનું મુખ્ય વેરિઅન્ટ છે.

ભારત માટે ચિંતાનો વિષય 

અહેવાલમાં જણાવ્યા મુજબ, પાકિસ્તાની એરફોર્સ હાલમાં જૂના C5 સંસ્કરણનો ઉપયોગ કરે છે, જેમાંથી 500 મિસાઇલો 2010માં તેના નવીનતમ બ્લોક ૫૨ F-16 વિમાનો સાથે હસ્તગત કરવામાં આવી હતી. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે જે ભારત માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને મે મહિનામાં પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંઘર્ષ બાદ પાકિસ્તાન સતત અમેરિકાની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાને એ સંઘર્ષ વિરામનો શ્રેય અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો અને તેટલું જ નહીં, પાકિસ્તાને ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માગણી પણ કરી હતી.

Tags :