યુ.કે PMના ભાષણ વખતે વડાપ્રધાન મોદીએ ટ્રાન્સલેટરને એવું કહ્યું કે વીડિયો થયો વાયરલ
PM Modi in UK : બ્રિટનના પ્રવાસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ કીર સ્ટાર્મર સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન સ્ટાર્મરના ભાષણનું હિન્દીમાં અનુવાદ કરી રહેલી ટ્રાન્સલેટર થોડીક ક્ષણ માટે અનુવાદ કરવામાં અટવાઈ ગઈ હતી.
જાણો પીએમ મોદી શું બોલ્યા?
ટ્રાન્સલેટરે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કર્યા બાદ થોડી વાર અટકી અને પછી માફી માગી. વડાપ્રધાને તેના પર સ્મિત કરતાં જવાબ આપ્યો કે કોઈ વાંધો નહીં, આપણે વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ. ચિંતા ન કરશો. આ ટિપ્પણી પર ત્યાં હાજર લોકો હસવા લાગ્યા ઔપચારિક કૂટનીતિક માહોલમાં સહજતા જોવા મળી.
સ્ટાર્મરે આપી પ્રતિક્રિયા
પીએમ મોદીની આ વાત પર બ્રિટિશ પીએમ પણ હસતા દેખાયા અને તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન પીએમ મોદીએ આતંકવાદ અંગે વાત કરતાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો અને ખાલિસ્તાની સમૂહ તથા પશ્ચિમી દેશોને કડક મેસેજ આપ્યો.