હમાસના ટોચના કમાન્ડરનો ખાત્મો : 2 વર્ષ પૂર્વેના હુમલાનું વેર વાળ્યું

શાંતિ મંત્રણાનો કોઈ અર્થ જ નથી રહ્યો : નિરીક્ષકો
ઇઝરાયલી એરફોર્સે હમાસના કમાન્ડર સઇદની કાફલા પર રોકેટ મારી કારનો કચ્ચરઘાણ કાઢ્યો
આ સાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩માં દક્ષિણ ઇઝરાયલમાં થયેલા ઘાતક હુમલાના સર્જકો પૈકીનો એક માનવામાં આવતો હતો. સઇદ સાદ ગેરિલા હુમલા કરાવવામાં ઘણો કુશળ હતો, તે હમાસનાં શસ્ત્રો બનાવવાનાં કારખાનાનો ઉપરી હતો. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાહૂ અને તેના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કેટઝે પણ આ હુમલો કરાયાને પુષ્ટિ આપે છે.
ઇઝરાયલી સેના અને તેની જાસૂસી સંસ્થા મોસાદે માહિતી આપી હતી કે હજી સુધી ભૂગર્ભમાં ખોદાયેલી ટનલોમાં જ તે રહેતો હતો. પરંતુ આજે સવારે તે નાબુબસી વિસ્તારમાંથી એક મોટરમાં બેસી બહાર જવાનો છે. આ માહિતી મળતાં ઇઝરાયલી એરફોર્સ તથા ઇન્ફન્ટ્રી બંનેએ ચાંપતી નજર રાખી હતી અને સાદનો મોટર સાથે ખાત્મો બોલાવ્યો હતો.
હમાસ કહે છે કે આ દ્વારા ઇઝરાયલે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. જ્યારે ઇઝરાયલ કહે છે હમાસે ૧૦ ઓક્ટોબરે રોકેટો છોડી યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે.
બંને દેશો વચ્ચે આ વર્ષના ઓક્ટોબરમાં યુદ્ધ વિરામ જાહેર કર્યો હતો તે પછી હમાસે જ ૧૦મી ઓક્ટોબરે અચાનક રોકેટ મારો કરી યુદ્ધ વિરામ તોડતાં ઇઝરાયલે વળતા પ્રહાર રૂપે આ હુમલો કરતાં હવે શાંતિ મંત્રણા નિરર્થક બની છે.

