Get The App

યુક્રેન સહિત 10 દેશમાં ઝડપથી ઘટી રહી છે વસ્તી, એક દેશમાં 9 હજાર લોકો જ બચ્યા

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેન સહિત 10 દેશમાં ઝડપથી ઘટી રહી છે વસ્તી, એક દેશમાં 9 હજાર લોકો જ બચ્યા 1 - image


Population Decline: વિશ્વની વસ્તી ખૂબ જ ઝડપી વધી રહી છે. હજારો વર્ષોના અંતરાલમાં ધરતી પર માનવ વસ્તી એક અબજ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પછી એક અબજથી આઠ અબજ સુધી પહોંચવામાં માત્ર 200 વર્ષ લાગ્યા. વર્ષ 1960થી અત્યાર સુધી એટલે કે 65 વર્ષમાં વિશ્વની વસ્તી 3 અબજથી વધીને આઠ અબજ સુધી પહોંચી ગઈ છે. પરંતુ આ જોરદાર વૃદ્ધિ વચ્ચે કેટલાક એવા દેશો છે, જ્યાં માનવ સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે તુવાલુ નામના દેશનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે. પશ્ચિમ-મધ્ય પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુ દેશની વસ્તી માત્ર 10 હજાર છે અને હવે તેમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: દુનિયાના સૌથી ગરીબ ગણાતા દેશની GDP રાતોરાત 30% વધી ગઈ, જુઓ આંકડાનો ખેલ

14 વર્ષમાં આ આંકડો વધીને એક અબજ પર પહોંચી ગયો

વર્ષ 2011માં વિશ્વની વસ્તી 7 અબજ હતી અને માત્ર 14 વર્ષમાં આ આંકડો વધીને એક અબજ પર પહોંચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.6 અબજ પર પહોંચી જશે. અંદાજ પ્રમાણે વર્ષ 2050 સુધીમાં આ આંકડો 9.8 અબજ અને 2100 માં તે 11.2 અબજ થઈ જશે. પરંતુ યુક્રેન, જાપાન અને ગ્રીસ જેવા કેટલાક એવા દેશો છે, જ્યા વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો છે. યુક્રેનમાં 2022-23માં એટલે કે એક વર્ષની અંદર વસ્તીમાં 8.10 ટકાનો ઘટાડો થયો હતો. આ ઘટાડાનું કારણ દેશમાં ચાલી રહેલા યુદ્ધમાં લોકોના મોત અને દેશમાંથી મોટી સંખ્યામાં સ્થળાંતર હોવાનું માનવામાં આવે છે.

તુવાલુ ઓસ્ટ્રેલિયા અને હવાઈ વચ્ચેનો એક ટાપુ દેશ 

આ ઉપરાંત, તુવાલુ દેશની વસ્તીમાં 1.80 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ દેશની વસ્તી 10 હજાર છે, જે હવે ઘટીને માત્ર 9 હજારની આસપાસ છે. જો આ સંખ્યા આ રીતે ઘટતી રહેશે, તો એક દિવસ આ દેશમાં કોઈ માણસ નહીં હોય. તુવાલુ ઓસ્ટ્રેલિયા અને હવાઈ વચ્ચેનો એક ટાપુ દેશ છે. યુરોપિયન દેશ ગ્રીસની વસ્તીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને એક દિવસમાં કુલ 1.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. તો, સાન મેરિનોની વસ્તીમાં 1.10 ટકાનો ઘટાડો થયો છે. કોસોવો લેન્ડલોક્ડની વસ્તીમાં પણ 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત રશિયાના પડોશી દેશ બેલારુસની વસ્તીમાં 0.60 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બોસ્નિયા અને અલ્બેનિયાની વસ્તીમાં પણ આટલો જ ઘટાડો નોંધાયો છે. 

જાપાનમાં જન્મદરમાં ઘટાડાના કારણે વસ્તીમાં ઘટાડો

તો હવે અહીં જાપાનની વાત કરીએ તો, જાપાનની વસ્તીમાં અડધા ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જાપાનમાં તેનું એકમાત્ર કારણ જન્મદરમાં ઘટાડો છે. પરિસ્થિતિ એવી છે કે જાપાનમાં વસ્તી વધારવા માટે સરકારે અનેક પ્રોત્સાહનનો આપવાની જાહેરાત કરવામાં આવ્યા છતાં પણ લોકો બાળકો પેદા કરવા માંગતા નથી. 

યુક્રેન વિશ્વમાં સૌથી ઝડપથી ઘટતી વસ્તી ધરાવતો દેશ

યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકો આશ્રય માટે અન્ય દેશોમાં જઈ રહ્યા છે. આ ઉપરાંત, યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આ રીતે, યુક્રેન વિશ્વમાં સૌથી ઝડપથી ઘટતી વસ્તી ધરાવતો દેશ છે.

આ પણ વાંચો: ઐતિહાસિક ભારત-UK ટ્રેડ એગ્રીમેન્ટને કેબિનેટની મંજૂરી, આવતીકાલે હસ્તાક્ષર કરશે PM મોદી, જાણો ડીલના ફાયદા

ચીન, ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં વધારો 

હવે જો મહાદ્વીપ આધારે વાત કરવામાં આવે તો, યુરોપની વસ્તી ઝડપથી ઘટી રહી છે. આ એકમાત્ર એવો ખંડ છે. તો અહીં એશિયાની વસ્તી ઝડપથી વધી રહી છે. ચીન, ભારત, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા જેવા દેશો એશિયામાં છે, જેમની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે. જો આપણે યુરોપિયન દેશ ગ્રીસની વાત કરીએ, તો 2100 સુધીમાં તેની વસ્તી દસ લાખ ઘટીને 9 મિલિયન થઈ જશે, જે હાલમાં 10 મિલિયન છે. 

નોંધનીય છે કે, રશિયા, ઇટાલી અને દક્ષિણ આફ્રિકા સૌથી ઝડપથી વસ્તી ધરાવતા દેશો છે. કોરિયા જેવા દેશોમાં પણ ઘટતી વસ્તીનો ભય જોવા મળી રહ્યો છે.

Tags :