પાકિસ્તાનમાં એક ટામેટાનો ભાવ 75 રૂપિયાથી પણ વધુ! કિલો આદુના 750... જાણો કેમ વધી મોંઘવારી?

Tomatoes turn luxury in Pakistan: થોડા સમય પહેલાં જે પાકિસ્તાની મંત્રીઓ ભારતને પરમાણુ બોમ્બની ધમકીઓ આપતા હતા, આજે ત્યાં એક ટામેટાની કિંમત ₹75 થતાં દેશની આંખોમાં આંસુ આવી ગયા છે અને સંસદમાં નેતાઓ વિલાપ કરી રહ્યા છે.
અગાઉ, મંત્રી શેખ રશીદે ધમકી આપી હતી કે 'પાઉ-પાઉ ભરના બોમ્બ કોના માટે રાખ્યા છે', પરંતુ 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતે પાકિસ્તાની હથિયારો પર ભારે તબાહી મચાવતા પાકિસ્તાની સેના ઘૂંટણિયે પડી ગઈ હતી અને હવે દેશ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે. ટામેટાંની કિંમતમાં એક જ મહિનામાં 400%નો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભાવ ₹600 પ્રતિ કિલો થઈ ગયો છે અને એક ટામેટું ₹75માં મળે છે. આટલા મોટા ઉછાળાને કારણે પાકિસ્તાનના લોકોમાં ભારે ગુસ્સો છે અને રસ્તાઓથી લઈને સંસદ સુધી હોબાળો ચાલી રહ્યો છે.
'ટામેટાં માટે લોન લેવી પડશે': સાંસદો
પાકિસ્તાની સંસદમાં થયેલા હોબાળા વચ્ચે કેટલાક સાંસદોએ ટામેટાં ખરીદવા માટે લોનની માંગણી કરી છે. કેટલાક સાંસદોએ પાકિસ્તાનના તે દિવસોને યાદ કર્યા, જ્યારે સસ્તી કિંમતે ટામેટાં મળતા હતા. ટામેટાંની કિંમતને લઈને એક પાકિસ્તાની સાંસદનો વીડિયો પણ ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સાંસદ કહી રહ્યા છે કે, 'આ ટામેટું અહીં લાવવું ખૂબ મુશ્કેલ હતું. અમારા સહયોગી ફારુખ સાહેબનો આનો ઇન્તજામ કરવા બદલ આભાર. આ ટામેટાની કિંમત ₹75 છે.'
આ પણ વાંચો: ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ! ટ્રમ્પે કરાવેલું સીઝફાયર તૂટવાના 5 મુખ્ય કારણ
પાકિસ્તાનમાં ટામેટાંના ભાવ વધવાનું કારણ
પાકિસ્તાનમાં મોંઘવારી આટલી બધી વધવા પાછળનું મોટું કારણ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડરનું બંધ થવું છે. 11 ઑક્ટોબરથી બંને દેશો વચ્ચે હવાઈ હુમલાઓ પછી બંને દેશો વચ્ચેનો વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યો છે. હાલમાં ઇસ્તંબુલમાં થયેલી શાંતિ વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે, જેના કારણે 2600 કિલોમીટર લાંબી સરહદ હજી પણ સીલ છે અને વેપાર ખોરવાઈ ગયો છે.
એવો અંદાજ છે કે આ સરહદ બંધ થવાથી રોજનું આશરે $10 લાખ ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. પહેલા ભારતથી આયાત બંધ થવાના કારણે પાકિસ્તાન ટામેટાં માટે અફઘાનિસ્તાન પર નિર્ભર હતું, પરંતુ હવે તે સપ્લાય પણ તૂટી ચૂકી છે. આ કારણોથી ટામેટાંના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
અન્ય શાકભાજીના ભાવ પણ વધ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમગ્ર પાકિસ્તાનમાં શાકભાજીના ભાવ રૅકોર્ડ લેવલ પર છે. લસણ ₹400 કિલો, આદુ ₹750 કિલો, વટાણા ₹500 કિલો અને ડુંગળી ₹120 કિલો છે. અહીં સુધી કે લીલા ધાણા પણ હવે ₹50 પ્રતિ નાની ઝૂડી વેચાઈ રહી છે.

