| Image Twitter |
Smallest Country Vatican : વિશ્વમાં સૌથી નાના દેશ વેટિકન સામે બજેટની મોટી સમસ્યા છે. વેટિકન પોતાના નાગરિકો પર ટેક્સ નથી વસૂલતો કે નથી કોઈ બોન્ડ જારી કરે છે. રોમન કેથોલિક ચર્ચની કેન્દ્ર સરકાર મુખ્યત્વે દાન પર ચાલે છે, જેમાં તેની આવક સતત ઘટી રહી છે. આ સિવાય વેટિકન સંગ્રહાલયોના માટે ટિકિટ વેચાણ, રોકાણથી પરથી થતી આવક અને રિયલ એસ્ટેટમાંથી કેટલીક રકમ મળી રહે છે.
2021 માં તેની આવક US$878 મિલિયન હતી
રોમન કેથોલિક ચર્ચ અને વેટિકન સિટીના કેન્દ્રીય વહીવટી સંસ્થા 'હોલી સી' પ્રમાણે 2021 માં તેની આવક US$878 મિલિયન હતી. જોકે, ખર્ચ આના કરતાં વધુ હતો. પોપ લીઓ 14માં સામે સૌથી મોટો પડકાર વેટિકનને ખાધમાંથી બહાર કાઢવાનો છે.
આ પણ વાંચો : તુર્કમેનિસ્તાનમાં બંધ થશે 'નરકનો દરવાજો'! જાણો કઈ રીતે શાંત થશે 54 વર્ષથી ધગધગતી જ્વાળા
નિયમિત સ્ત્રોત મુખ્ય બે સ્વરુપે આવે છે
કોઈ પણ વ્યક્તિ વેટિકનને પૈસા દાન કરી શકે છે, પરંતુ નિયમિત સ્ત્રોત મુખ્ય બે સ્વરુપે આવે છે. કેનન કાયદા પ્રમાણે દુનિયાભરમાં વિશપોના વાર્ષિક ફી ભરવી પડતી હોય છે. વેટિકનના આંકડા પ્રમાણે અમેરિકન બિશપ વાર્ષિક $22 મિલિયનમાંથી ત્રીજા ભાગ કરતાં વધુનું યોગદાન આપે છે.
અમેરિકાથી આ મદદમાં સરેરાશ 2.7 કરોડ ડોલર મળે છે
વાર્ષિક દાનનો બીજો મુખ્ય સ્ત્રોત સામાન્ય કેથોલિકો માટે પીટર પેન્સ વધારે પરિચિત છે. આ એક વિશેષ સંગ્રહ છે, જે સામાન્ય રીતે જૂનના છેલ્લા રવિવારે લેવામાં આવે છે. અમેરિકાથી આ મદદમાં સરેરાશ 2.7 કરોડ ડોલર મળે છે, જે વૈશ્વિક સંગ્રહના અડધાથી વધુ છે. જો કે, તે સતત ઘટી રહ્યું છે.
વેટિકનની પોતાની સંસ્થાઓ પણ તેમના યોગદાનમાં સતત ઘટાડો કરી રહી છે. કેથોલિક યુનિવર્સિટી ઓફ અમેરિકાની બિઝનેસ સ્કૂલના ચર્ચ મેનેજમેન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર રોબર્ટ ગેહલે જણાવ્યું હતું કે, લીઓને યુ.એસ.ની બહારથી દાન એકત્ર કરવું પડશે, જે સમજો તેટલું સહેલું કામ નથી.
અમેરિકામાં આવેલી પાપલ ફાઉન્ડેશનના અધ્યક્ષ વોર્ડ ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું કે, વેટિકનને પણ કેટલીક સંપત્તિઓ વેચવા માટે તૈયાર રહેવું જોઈએ. જેની સાચવણી કરવી ખૂબ મોંઘી હોય તેવી સંપત્તિ વેચી મારવી જોઈએ. પડકાર એટલા માટે મોટો છે, કારણ કે અમેરિકા અને યૂરોપના કેટલાક ભાગમાં ચર્ચમાં જનારા કેથોલિકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને ક્યારેક ભરેલા રહેતા ચર્ચ આજે ખાલી જોવા મળે છે.


