Get The App

અમેરિકા ટિકટોક, યુસી સહિતની ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકશે

- વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ આકરા પગલાંનો સંકેત આપ્યો

- ભારત અને ઓસ્ટ્રેલિયાએ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો એ પછી પ્રમુખ ટ્રમ્પ સાથે તે મુદ્દે ગંભીર ચર્ચા થઈ : પોમ્પિઓ

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા ટિકટોક, યુસી સહિતની ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકશે 1 - image


(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 7 જુલાઇ, 2020, મંગળવાર

ભારતે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો તે પછી હવે અમેરિકા પણ ટિકટોક અને યુસી બ્રાઉઝસર સહિતની ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ  મૂકશે. વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ અને નેશનલ સિક્યુરિટી એડવાઈઝર રોબર્ટ ઓ-બ્રીને ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો સંકેત આપ્યો હતો.

ચીનની સોશિયલ મીડિયા એપ્સ યુઝર્સની ગુપ્ત માહિતી તફડાવી શકે એવી દહેશત હોવાથી ભારતે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી ઓસ્ટ્રેલિયાની સરકારે પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ભારત-ઓસ્ટ્રેલિયાના પગલે પગલે અમેરિકાએ પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં સંકેત આપતા કહ્યું હતું કે ભારત-ઓસ્ટ્રેલિયાએ યુઝર્સની સંવેદનશીલ માહિતી ગુપ્ત રાખવા માટે ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે એ પછી હવે અમેરિકા પણ પ્રતિબંધ મૂકવા વિચારી રહ્યું છે. પોમ્પિઓએ કહ્યું : મેં પ્રમુખ ટ્રમ્પ સાથે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાને લઈને ગંભીર ચર્ચા કરી હતી. પ્રમુખ પણ પોપ્યુલર ચાઈનીઝ એપ્સને બેન કરવાના પક્ષમાં હતા.

પોમ્પિઓએ કહ્યું હતું કે અમેરિકાએ તો પહેલેથી જ ચીની કંપનીઓ - હુઆવેઈ અને ઝેડટીઈને પ્રતિબંિધત કરી દીધી છે. 5જી નેટવર્ક પર કામ કરતી આ કંપનીઓ યુઝર્સની સંવેદનશીલ માહિતી ચાઈનીઝ સરકારને આપી શકે એવી શક્યતાના પગલે આ કાર્યવાહી કરાઈ હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે દેશના કરોડો યુઝર્સ માટે ખતરારૂપ જણાશે એવી એપ્સ પર સરકાર પ્રતિબંધ મૂકી દેશે. તે અંગે ગંભીરતાથી વિચારણા થઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ-બ્રીને પણ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો સંકેત આપ્યો હતો. અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝરે ચીની સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ચીનની સરકાર ટિકટોકનો ઉપયોગ પોતાના હિતો માટે કરે છે. અમેરિકામાં ટિકટોકના ચાર કરોડ જેટલા યુઝર્સ હોવાથી સાવધાની રાખવી જરૂરી છે.

એનએસએના કહેવા પ્રમાણે અમેરિકામાં બાળકો અને યંગસ્ટર્સ પણ ટિકટોક યુઝર્સ છે એટલે વિશેષ સાવચેતી રાખવી પડશે.અમેરિકન કોંગ્રેસ સમક્ષ ચાઈનીઝ એપ્સને પ્રતિબંિધત કરવા સહિતના બે બિલ પેન્ડિંગ છે. જો બિલને મંજૂરી મળી જશે તો ટૂંક સમયમાં અમેરિકામાં પણ ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકાઈ જશે.

Tags :