Get The App

નોર્વેની રાજકુમારીનો જાદૂગર જીવનસાથી, પ્રિન્સેસની કલ્પના જયારે હકિકત બની

Updated: Sep 3rd, 2024


Google News
Google News
નોર્વેની રાજકુમારીનો જાદૂગર જીવનસાથી, પ્રિન્સેસની કલ્પના જયારે હકિકત બની 1 - image


Princess of Norway Marriage :  યુરોપમાં રાજકુમારીઓ એવા કોઇ જાદૂગરની કલ્પના કરતી હોય છે જે કોઇ અજનબી દુનિયામાંથી આવશે અને બધુ જ બદલી નાખશે. નોર્વેની રાજકુમારી માર્થાના જીવનમાં પણ આવું જ બન્યું છે. કેટલાક વર્ષો પહેલા એક જાદૂગર તેના જીવનમાં આવતા પ્રેમ થઇ ગયો હતો. નોર્વેની રાજકુમારી માર્થા લૂઇસના 31 ઓગસ્ટના રોજ અમેરિકી જાદૂગર ડયૂરિક વેરિટ સાથે લગ્ન થયા હતા. 

માર્થાના આ બીજા લગ્ન છે અને તે 3 બાળકોની માતા  છે. માર્થાએ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે તેનો પતિ ભવિષ્યવેતા છે. 2018માં એક સ્કૂલનું સંચાલન કર્યુ હતું જેમાં સ્ટુડન્ટસને ચમત્કાર અને સ્વર્ગદૂતો સાથે વાત કરવાનું શિક્ષણ  આપ્યું હતું. ડયૂરિક એક વાર 4 મીનિટ અને 25 સેકન્ડ માટે મુત્યુ પાંમીને ફરી જીવતો થયો હતો.

રાજાશાહી પરંપરાની ગરિમા અને વ્યકિતગત સ્વતંત્રતા અંગે નોર્વેમાં ચર્ચા શરુ થઇ છે. જો કે રાજકુમારીના માતા પિતા રાજા હેરાલ્ડ અને રાણી સોનિયા આ પ્રસંગે હાજર રહયા હતા. આ પ્રકારના લગ્નથી નોર્વેના શાહી પરિવાર જ નહી નોર્વેજીયન સમાજ માટે પણ મહત્વની ઘટના છે. આ ઘટનાની નોર્વેના શાહી પરિવાર જ નહી જનતાની નજરમાં પણ તેમની પ્રતિષ્ઠાને પ્રભાવિત કરી શકે છે.

Tags :