Get The App

બાળકના અપહરણના આરોપમાં અમેરિકાની જેલમાં બંધ ભારતીય પુરુષની વ્યથા, અમેરિકન મહિલાએ મૂક્યો ખોટો આરોપ

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
બાળકના અપહરણના આરોપમાં અમેરિકાની જેલમાં બંધ ભારતીય પુરુષની વ્યથા, અમેરિકન મહિલાએ મૂક્યો ખોટો આરોપ 1 - image


Indian-American Engineer Mahendra Patel News: અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જેમાં બાળકના અપહરણ કરવાના ખોટા આરોપસર ભારતીય મૂળના એક પુરુષને જેલમાં કેદ કરી દેવાયા છે. પુરુષને એ ગુનાની સજા મળી રહી છે જે એમણે કર્યો જ નથી. સીસીટીવી ફૂટેજ એમના નિર્દોષ હોવાની ચાડી ખાઈ રહ્યા છે, તોય એમને જેલમાંથી છોડવામાં નથી આવ્યા. એમને જામીન પણ નથી આપવામાં આવી રહ્યા.

આ પણ વાંચો: ભારત પાકિસ્તાનને આપી રહ્યું હતું 16 કેટેગરી હેઠળ વિઝા, વિવાદ બાદ 14 કરાયા બંધ, જુઓ યાદી

શું હતો બનાવ? કેવો આરોપ લગાવાયો?

આ ઘટના 18 માર્ચના રોજ અમેરિકાના જ્યોર્જિયાના વોલમાર્ટમાં બની હતી. 56 વર્ષીય ભારતીય મૂળના પુરુષ મહેન્દ્ર પટેલ કંઈક ખરીદવા માટે વોલમાર્ટ ગયા હતા. એ જ સમયે 26 વર્ષીય મહિલા કેરોલિન મિલર પણ તેની ચાર વર્ષની દીકરી અને બે વર્ષના દીકરા સાથે મોટરાઈઝ્ડ શોપિંગ કાર્ટ પકડીને શોપિંગ કરી રહી હતી. કેરોલિને દાવો કર્યો હતો કે મહેન્દ્ર પટેલે તેની પાસે આવીને તેનું ધ્યાન જુદી દિશામાં દોરાય એ માટે પહેલાં તો તેની પાસે ટાયલેનોલ (એક પ્રકારની દવા) માંગી હતી અને પછી તેના બે વર્ષના પુત્રને તેના ખોળામાંથી ઉપાડી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેને મહેન્દ્ર પર તેના પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે બદલ મહેન્દ્ર પટેલને જેલભેગા કરી દેવાયા હતા.



હકીકતમાં શું બન્યું હતું?

વોલમાર્ટના સીસીટીવી ફૂટેજમાં કેરોલિને કહ્યું એવું કંઈ દેખાતું નથી. ફૂટેજમાં મહેન્દ્ર પટેલ કેરોલિના પાસે જઈને કંઈક વાત કરતા દેખાય છે, પણ તેમણે બાળકને ઉપાડી લેવાનો કોઈ પ્રયાસ નહોતો કર્યો. કેરોલિનાએ દાવો કર્યો હતો કે બંને જણ વચ્ચે બાળક માટે ખેંચાખેંચ (જેને તેણે ‘ટગ ઓફ વોર’ એટલે કે રસ્તાખેંચ જેવું ગણાવ્યું હતું) ચાલી હતી, પણ તેણે બાળકને ન છોડતાં મહેન્દ્ર જતો રહ્યો હતો. 20 અલગ અલગ કૅમેરાના ફૂટેજ કહે છે કે, કેરોલિના અને મહેન્દ્ર વચ્ચે કોઈ શારીરિક સંઘર્ષ નહોતો થયો. બંને ફક્ત થોડા સમય માટે વાતચીત કરતા જોવા મળે છે.

અપહરણના આરોપ સર ધરપકડ કરાઈ

આ ઘટના બની એના ત્રણ દિવસ પછી મહેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર બાળકના અપહરણનો પ્રયાસ કરવાનો, સામાન્ય મારપીટ અને હુમલો કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમને કોબ કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવાયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, મહેન્દ્ર પટેલ નિર્દોષ છે, તેમ છતાં તેમને છોડવામાં નથી આવી રહ્યા. 

મહેન્દ્ર પટેલનું શું કહેવું છે?

આ બાબતે મહેન્દ્ર પટેલે એવું નિવેદન આપ્યું હતું કે તેમને ટાયલેનોલ દવા મળતી નહોતી એટલે તેમણે કેરોલિનાને એ દવા શોધવામાં મદદ કરવા કહ્યું હતું. તેમણે છોકરાને ફક્ત મદદ કરવાને ઈરાદે જ અડક્યો હતો. તેમને એવી ગેરસમજ થઈ હતી કે, કેરોલિના અપંગ છે અને તેનો છોકરો પડી રહ્યો હતો. તેથી તેમણે આગળ વધીને તેમની મદદ કરવાની કોશિશ કરી હતી. એનાથી વધારે તેમની વચ્ચે બીજું કશું જ નહોતું થયું. 

આ પણ વાંચો: PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર્ચા

વિના વાંકે વેઠી રહ્યા છે મહેન્દ્ર પટેલ

મહેન્દ્ર પટેલના વકીલ એશલી મર્ચન્ટે કહ્યું હતું કે મહેન્દ્ર જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. તેમની તબિયત સારી નથી. બાળક સાથે દુર્વ્યવહાર કરનારને જેલવાસ થાય ત્યારે જેલના અન્ય કેદીઓ તેની સાથે ખરાબ વર્તન કરતા હોય છે. મહેન્દ્રને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. મને એ નથી સમજાતું કે, સીસીટીવીની સ્પષ્ટ સાબિતી હોવા છતાં એમને છોડવામાં કેમ નથી આવી રહ્યા? એક મહિના કરતાં વધુ સમયથી એમને જેલમાં ગોંધી રાખવામાં આવ્યા છે. એમને જામીન પણ નથી અપાઈ રહ્યા.

Tags :