અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો: 50ના મોત, 27 બાળકીઓ સહિત અનેક તણાયા
AI Image |
US Texas Floods: અમેરિકાના ટેક્સાસના હિલ કાઉન્ટી વિસ્તારમાં ચોથી જુલાઈએ આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે નવ બાળકો સહિત 50થી વધુના મોત થયા છે. હજી પણ 23 છોકરીઓ સહિત 27 લોકો ગુમ છે, જ્યારે 237ને બચાવવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે.
મૃત્યુઆંક વધી શકે છે!
અહેવાલ અનુસાર,ગુઆડાલુપ નદીના કિનારે સ્થિત ખ્રિસ્તી સમર કેમ્પની 27 છોકરીઓ હજુ પણ ગુમ છે. શુક્રવારે (ચોથી જુલાઈ) સવારના 45 મિનિટ પહેલા જ મુશળધાર વરસાદને કારણે નદીનું જળસ્તર 26 ફૂટ વધી ગયું હતું, જેના કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા. ટેક્સાસ ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા નિમ કિડે સ્વીકાર્યું છે કે જેમ જેમ કલાકો પસાર થાય છે તેમ તેમ બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે.'
આ પણ વાંચો: ઈલોન મસ્કે નવી રાજકીય 'અમેરિકા પાર્ટી'ની સ્થાપના કરી, ડોનાલ્ડ ટ્રમ્પને ફેંકશે સીધો પડકાર
પૂરનું કારણ શું છે?
અહેવાલો અનુસાર, ભારે વરસાદ આ પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકન મીડિયા અહેવાલ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 ટ્રિલિયન ગેલન પાણી પડ્યું હતું. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધી ગયું.
કેર કાઉન્ટી શેરિફ લેરી લીથાના જણાવ્યાનુસાર, સ્વતંત્રતા દિવસના અવસરે સાન એન્ટોનિયોની ઉત્તરે પિકનિક માટે 750 છોકરીઓએ કેમ્પ કર્યો હતો. પરંતુ પૂરને કારણે બધું જ નાશ પામ્યું હતું. વહીવટીતંત્રનું કહેવું છે કે 1700થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ 850 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.