World

મોજતબા ખામેનેઈના હોર્મુઝ સ્ટ્રેટ અંગે નિવેદન બાદ ટ્રમ્પે ટેન્શન વધાર્યું, કહ્યું - 'ફિનિશ ધ જોબ'

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના એક નિવેદન બાદ વૈશ્વિક વ્યૂહનીતિ અને ઓઇલ બજારમાં અસર દેખાઈ રહી છે. ખામેનેઈએ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ'ને બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. આ નિવેદન સામે આવતા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી ટેન્શન વધારી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોજતબા ખામેનેઈના હોર્મુઝ સ્ટ્રેટ અંગે નિવેદન બાદ ટ્રમ્પે ટેન્શન વધાર્યું, કહ્યું - 'ફિનિશ ધ જોબ'

Middle East Conflict: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ગંભીર વળાંક પર પહોંચ્યો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈના એક નિવેદન બાદ વૈશ્વિક વ્યૂહનીતિ અને ઓઇલ બજારમાં અસર દેખાઈ રહી છે. ખામેનેઈએ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ'ને બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. આ નિવેદન સામે આવતા જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી ટેન્શન વધારી દીધું છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો

અહેવાલો અનુસાર, ઈરાન અને અન્ય ક્ષેત્રીય દળો વચ્ચેના સંઘર્ષની સીધી અસર આંતરરાષ્ટ્રીય ઓઇલ માર્કેટ પર જોવા મળી રહી છે. મિલડ ઈસ્ટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કરો પર થયેલા તાજેતરના હુમલાઓને કારણે પુરવઠા સાંકળ ખોરવાઈ છે. પરિણામે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરની સપાટી વટાવી ગયા છે. આ ભાવવધારો વિશ્વના અનેક દેશો માટે મોંઘવારીનું નવું સંકટ ઊભું કરી શકે છે.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા ન્યુક્લિયર યુદ્ધજહાજ USS ગેરાલ્ડ ફોર્ડમાં આગ, બે અમેરિકન સૈનિકો દાઝ્યા

મોજતબા ખામેનેઈનું ઉશ્કેરણીજનક નિવેદન

ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેવો જોઈએ.' ઉલ્લેખનીય છે કે વિશ્વના કુલ ઓઇલ પુરવઠાનો મોટો હિસ્સો આ સ્ટ્રેટ પરથી પસાર થાય છે. જો ઈરાન આ માર્ગ રોકવાનો પ્રયાસ કરે, તો વૈશ્વિક ઊર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેમ છે. આ નિવેદન બાદ ઈરાને  ઓઇલ અને પરિવહન સુવિધાઓ પરના હુમલા પણ તેજ કરી દીધા હોવાના અહેવાલો છે.

ડોનાલ્ટ ટ્રમ્પની ચેતવણી 

ઈરાન તરફથી વધતા જોખમ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે હવે આ મામલે અમેરિકાએ હસ્તક્ષેપ કરીને ફિનિશ ધ જોબ. ટ્રમ્પના આ નિવેદનથી સંકેત મળી રહ્યા છે કે અમેરિકા આગામી દિવસોમાં ઈરાન વિરુદ્ધ કોઈ મોટી લશ્કરી કાર્યવાહી કરી શકે છે.

શા માટે મહત્ત્વનો છે હોર્મુઝ સ્ટ્રેટ?

તે વિશ્વનો સૌથી વ્યસ્ત અને વ્યૂહાત્મક ઓઇલ માર્ગ છે. ખાડી દેશો (સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત વગેરે) માંથી નીકળતું મોટાભાગનું ઓઇલ અહીંથી જ પસાર થાય છે. આ માર્ગ બંધ થવાનો અર્થ છે કે એશિયા અને યુરોપના દેશોમાં ઓઇલનો પુરવઠો ઠપ થઈ જવો.

વર્તમાન સ્થિતિને જોતા ભારત સહિતના ઉર્જા આયાત કરતા દેશો આ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે. જો આગામી દિવસોમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ વણસશે, તો તેની અસર માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નહીં રહેતા સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે.