તાઈવાનની જાણીતી મોડેલનું 'ઈન્જેક્શન'થી મોત, લિપોસક્શનના ગોડફાધરે કરી હતી સારવાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image: X @KDramaBuzzz |
Taiwan Model: તાઈવાનની પ્રખ્યાત મોડેલ કૈ યુક્સિન હવે આ દુનિયામાં નથી રહી. 30 વર્ષીય યુક્સિન લાંબા સમયથી અનિદ્રાથી પીડાતી હતી. આવી સ્થિતિમાં, તેણે 'લિપોસક્શનના ગૉડફાધર'થી જાણીતા ડૉક્ટર પાસેથી સારવાર લીધી. તેમણે એક્ટ્રેસને "મિલ્ક ઇન્જેક્શન" લગાવ્યું, જેના કારણે યુક્સિનનું મૃત્યુ થયું.
યુક્સિનના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે. તે લાંબા સમયથી અનિદ્રાથી પીડાતી હતી. ગયા મહિને, તેના એક મિત્રએ તેને તાઈપેઈના ફેરી ક્લિનિકમાં સારવાર લેવાની સલાહ આપી. અહીં "મિલ્ક ઇન્જેક્શન" આપ્યા બાદ યુક્સિનનું મૃત્યુ થયું.
હેલ્પરને છોડી
ક્લિનિકના ડિરેક્ટર, ડૉ. વુ શાઓહુ, 'લિપોસક્શનના ગોડફાધર' તરીકે પણ જાણીતા છે. તેમણે યુક્સિનને ઇન્જેક્શન આપ્યા બાદ તરત જ રૂમમાંથી બહાર નીકળી ગયા અને એક હેલ્પરને યુક્સિન પાસે મૂકી હતી.
શું છે મિલ્ક ઇન્જેક્શન?
વાસ્તવમાં મિલ્ક ઇન્જેક્શનનું સાચું નામ પ્રોપોફોલ છે, જે એનેસ્થેટિક ઇન્જેક્શન છે. તેનો રંગ એકદમ સફેદ છે, તેથી જ તેને મિલ્ક ઇન્જેક્શન કહેવામાં આવે છે. મળતી માહિતી મુજબ યુક્સિનને ઇન્જેક્શન પછી તરત જ એનેસ્થેટિકનો મોટો ડોઝ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
કેવી રીતે નિપજ્યું મોત?
શરીરમાં એનેસ્થેટિકનું પ્રમાણ વધુ હોવાથી, યુક્સિનને હૃદયરોગનો હુમલો આવ્યો. આ સમય દરમિયાન, જ્યારે હેલ્પરે ડૉ. શાઓહુને વીડિયો કૉલ કર્યો, ત્યારે તેમણે CPR આપવાનું કહ્યું અને ડૉક્ટર તરત જ યુક્સિન પાસે પહોંચ્યા. યુક્સિનને 18 દિવસ સુધી કોમામાં રાખવામાં આવ્યા હતા. યુક્સિનની સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં, પરિવારે તેને વેન્ટિલેટર પરથી દૂર કરવાની માંગ કરી અને 12 જૂને, યુક્સિનનો શ્વાસ બંધ થઈ ગયો.
આ પણ વાંચોઃ અમેરિકાના હુમલા બાદ હવે ઈરાનનો વારો, ખામેનેઈના 'ખાસ' વ્યક્તિએ જણાવ્યો આખો પ્લાન
ડૉક્ટર સામે થશે તપાસ
તાઈપેઈના સ્થાનિક વહીવટીતંત્રે ડૉ. વુ પર બેદરકારી અને સારવારમાં સંભાળના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તાઈવાનના એનેસ્થેસિયોલોજિસ્ટ લાઈ જિયાન્યોંગના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓ નિંદનીય છે. આવા કિસ્સાઓ દર વર્ષે પ્રકાશમાં આવે છે. કેટલાક ડૉકટરો પાસે મેનેજમેન્ટ તાલીમ નથી, જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે.
ફેન્સે કરી ન્યાયની માંગ
કૈ યુક્સિનના મૃત્યુ બાદ, તેના ફેન્સમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક વ્યક્તિ યુક્સિનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જણાવી દઈએ કે યુક્સિનની તુલના ઘણીવાર તાઈવાનની પ્રખ્યાત અભિનેત્રી લિન ચી-લિંગ સાથે કરવામાં આવતી હતી. ચાહકોએ યુક્સિનના મૃત્યુ માટે જવાબદાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.









