વધુ એક સૈન્ય સંઘર્ષના એંધાણ! તાઈવાને કહ્યું- ચીને 17 ફાઈટર જેટ અને 7 નેવલ શીપ તહેનાત કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Images Sourse: IANS |
China-Taiwan Tensions: દક્ષિણપૂર્વ એશિયાના બે દેશ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સૈન્ય ઘર્ષણ થયા બાદ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તો બીજી તરફ તાઈવાન અન ચીન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે (26મી જુલાઈ) જણાવ્યું કે, શનિવારે સવારે અમારા દેશની આસપાસ 17 ચીની ફાયટર જેટ અને 7 જહાજો જોવા મળ્યા છે. જ્યારે 17માંથી 8 ફાયટર જેટ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી લીધી હતી.' નોંધનીય છે કે, ચીનની આ ગતિવિધિને ધ્યનમાં રાખીને તાઈવાનની સેના જવાબી કાર્યવાહી કરી રહી છે.
તાઈવાનમાં ચીનની ઘૂસણખોરી વધી
અહેવાલો અનુસાર, તાઈવાનમાં ચીનની ઘૂસણખોરી સતત વધી રહી છે. શુક્રવારે (25મી જુલાઈ)એ તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, 'શુક્રવારે સવારે છ વાગ્યે ચીનના 26 ફાયટર જેટ અને 7 નૌકાદળના જહાજો તાઈવાનની સરહદમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન 24 ફાયટર જેટે તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી દીધી હતી.'
આ પણ વાંચો: ધરતી પર સૌથી પહેલા સમુદ્રમાંથી જમીન બહાર નીકળી હતી, જાણો કઈ છે જગ્યા
ચીન અને તાઈવાન વચ્ચે વિવાદોનું કારણ શું છે?
ચીનની આ ગતિવિધિને જોતા તાઈવાન એલર્ટ થઈ ગયું છે અને જવાબી કાર્યવાહી કરી રહ્યુ છે. તાઈવાનના સરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, જ્યારે પણ ચીની ફાયટર જેટ કે નૌકાદળના જહાજો તાઈવાનમાં ઘૂસે છે, ત્યારે જવાબી કાર્યવાહી કરીને તેને ખદેડી મૂકે છે. ઉલ્લેખનીય છે કે, તાઈવાન વર્ષ 1949થી સ્વતંત્ર દેશ છે, પરંતુ ચીન પોતાના વન ચાઈના સિદ્ધાંત હેઠળ તાઈવાનને પોતાનો ભાગ માને છે અને બેઈજિંગ સાથે મળીને તેને એક કરવાની માંગ કરે છે. સતત ચીની સેનાના દબાવ વચ્ચે તાઈવાન સેના હાઈ એલર્ટ પર રહે છે.
તાઈવાનમાં ચાલી રહેલા લશ્કરી કવાયત
આગઉ તાઈવાને લશ્કરી કવાયત શરૂ કરી હતી. તાઈપેઈના એરપોર્ટ નજીક હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (HIMARS) અને પેટ્રિએટ જેવી મિસાઈલ સિસ્ટમ તહેનાત કરવામાં આવી છે. ચીન દ્વારા સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને આ સંરક્ષણ પ્રણાલીઓ તહેનાત કરવામાં આવી છે.








