mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઈવાન હચમચ્યું, પત્તાંની જેમ ઈમારતો ધરાશાયી, જાપાનમાં સુનામીનું એલર્ટ

Updated: Apr 3rd, 2024

7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઈવાન હચમચ્યું, પત્તાંની જેમ ઈમારતો ધરાશાયી, જાપાનમાં સુનામીનું એલર્ટ 1 - image


Taiwan japan Earthquack News | તાઈવાનની રાજધાની તાઈપે બુધવારે ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 રહી હોવાના અહેવાલ છે. આ ભયાનક ભૂકંપને કારણે તાઇવાન અને જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જોકે ભૂકંપમાં અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 

ભયાનક વીડિયો-તસવીરો સામે આવી 

તાઈવાનના હુઆલિયનથી ભૂકંપની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જેમાં ઈમારતો ધરાશાયી થતી દેખાઈ રહી છે. અનેક ઘર અને ઈમારતો તાશના પત્તાની જેમ વિખેરાતી દેખાઈ રહી છે. ભૂકંપને કારણે તાઈવાનમાં ભયાનક તબાહી સર્જાઈ છે. દેશભરમાં ટ્રેન સેવાઓ ઠપ કરાઇ છે. સોશિયલ મીડિયા પર આ ભૂકંપની એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં પાંચ માળની એક ઈમારત વાંકી વળી ગઇ હતી. 

ભૂકંપ બાદ જાપાનમાં સુનામી એલર્ટ 

તાઈવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે. 

7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઈવાન હચમચ્યું, પત્તાંની જેમ ઈમારતો ધરાશાયી, જાપાનમાં સુનામીનું એલર્ટ 2 - image

 

Gujarat