Get The App

Photos: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચના હુમલાખોર નવીદ અને સાજિદને લઈને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહ્યું- 'પહેલા બોમ્બ ફેંક્યા'

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
Bondi Shooting Suspect


Bondi Shooting Suspect: સિડનીના બોન્ડી બીચ પર થયેલા ભયાનક આતંકી હુમલાના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ હુમલાના મુખ્ય આરોપીઓ નવીદ અકરમ અને તેના પિતા સાજીદ અકરમે 14 ડિસેમ્બરે એક યહૂદી કાર્યક્રમને નિશાન બનાવ્યો હતો, જેમાં 15 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આખું કાવતરું અત્યંત વ્યવસ્થિત રીતે ઘડવામાં આવ્યું હતું અને ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતો. હુમલા પહેલા બંને આરોપીઓએ હથિયારો ચલાવવાની સઘન ટ્રેનિંગ લીધી હતી અને હુમલાના બે દિવસ અગાઉ 'ડ્રાય રન' એટલે કે રિહર્સલ પણ કર્યું હતું.

Photos: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચના હુમલાખોર નવીદ અને સાજિદને લઈને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહ્યું- 'પહેલા બોમ્બ ફેંક્યા' 2 - image

Photos: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચના હુમલાખોર નવીદ અને સાજિદને લઈને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહ્યું- 'પહેલા બોમ્બ ફેંક્યા' 3 - image

મોટી જાનહાનિનું ભયાનક કાવતરું

પોલીસને તપાસમાં એવા વીડિયો ફૂટેજ મળ્યા છે જેમાં ઑક્ટોબર 2025 દરમિયાન નવીદ અને સાજીદ શોટગન ચલાવતા અને વ્યૂહાત્મક રીતે આગળ વધવાની પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. અન્ય એક વીડિયોમાં તેઓ ISના ઝંડા સાથે ઝાયોનિસ્ટોની નિંદા કરતા અને કુરાનની આયતો પઢતા જોવા મળ્યા હતા. હુમલાના દિવસે આરોપીઓએ તેમના વાહન પર પણ ISના ઝંડા લગાવ્યા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, ભીડમાં ચાર આત્મઘાતી બોમ્બ(IED) ફેંકવામાં આવ્યા હતા, પરંતુ સદનસીબે તે ફાટ્યા નહોતા, નહીંતર જાનહાનિનો આંકડો ઘણો મોટો હોઈ શકત.

Photos: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચના હુમલાખોર નવીદ અને સાજિદને લઈને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહ્યું- 'પહેલા બોમ્બ ફેંક્યા' 4 - image

આ પણ વાંચો: એપસ્ટિનનું 'ડાર્ક સિક્રેટ': ટ્રમ્પની 'ગાયબ તસવીર' ફરી અપલોડ થઈ, મેલાનિયા પણ દેખાઈ

પિતા ઠાર, પુત્ર પોલીસ સકંજામાં

આ ઘટના બાદ પોલીસે સ્થળ પર જ સાજીદ અકરમને ગોળી મારીને ઢેર કર્યો હતો, જ્યારે તેના પુત્ર નવીદ અકરમની ધરપકડ કરવામાં આવી છે. 24 વર્ષીય નવીદ પર હાલમાં 15 હત્યાઓ, 40 હત્યાના પ્રયાસો અને આતંકવાદ સંબંધિત કલમો સહિત કુલ 59 ગંભીર કેસ નોંધવામાં આવ્યા છે. સિડની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Photos: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચના હુમલાખોર નવીદ અને સાજિદને લઈને ચોંકાવનારો ખુલાસો, પોલીસે કહ્યું- 'પહેલા બોમ્બ ફેંક્યા' 5 - image