Get The App

સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સ ખૂબ જ જોખમમાં, બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સ ખૂબ જ જોખમમાં, બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો 1 - image


Glacier Melting in Switzerland: સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સમાં છેલ્લા બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો છે. સ્વિટ્ઝરલેન્ડના ઇતિહાસમાં આ ચોથી વાર થયું છે જ્યારે એક વર્ષમાં ખૂબ જ વધુ બરફનું પાણી થયું હોય. આ ડેટાને ગ્લેશિયર મોનિટરિંગ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા 2025ની પહેલી ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યા છે. હાઇડ્રોલોજિકલ યર એટલે કે 2024ના ઓક્ટોબરથી 2025ના સપ્ટેમ્બર સુધીના આ ડેટા છે. આ આંકડાને જોઈને સ્વિટ્ઝરલેન્ડની સરકાર ખૂબ જ એલર્ટ થઈ ગઈ છે.

બરફ પીગળવા પાછળ તાપમાન જવાબદાર

2024-25ના શિયાળામાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછો બરફ પડ્યો છે, ખાસ કરીને નોર્થઈસ્ટર્ન સ્વિસ પર્વતોમાં. સ્વિટ્ઝરલેન્ડમાં આ વર્ષે 13 ટકા ઓછો બરફ પડ્યો છે. આ પાછળનું કારણ જૂન અને ઓગસ્ટમાં હીટવેવ આવી હતી એ છે. 2003 બાદ આ વર્ષે જૂન મહિનો સ્વિટ્ઝરલેન્ડમાં બીજી વાર સૌથી ગરમ રહ્યો હતો. 3580 મીટર પર આવેલું Jungfraujoch અત્યાર સુધીનું સૌથી ગરમ રહ્યું હતું.

આ કારણસર ગ્લેશિયરનો બરફ પીગળ્યો હતો. આ બરફ પીગળતા જમીનની સપાટી પર 1.6 મીટર જેટલું પાણી થયું હતું. છેલ્લા એક દાયકાથી સ્વિટ્ઝરલેન્ડમાં સતત બરફ પીગળી રહ્યો છે અને આ વર્ષે એ ત્રણ ટકા પીગળ્યો છે.

સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર્સ ખૂબ જ જોખમમાં, બાર મહિનામાં ત્રણ ટકા બરફ પીગળી ગયો 2 - image

ઘણાં સમયથી બરફમાં ઘટાડો

ગ્લેશિયર મોનિટરિંગ સ્વિટ્ઝરલેન્ડના ડિરેક્ટર મેથિયાસ હસના કહ્યા મુજબ આ વર્ષ ખૂબ જ ગરમ રહ્યું છે. 2022માં 5.9 ટકા બરફ પીગળ્યો હતો અને 2023માં 4.4 ટકા બરફ પીગળ્યો હતો. જોકે 2010-2020ના એવરેજ કરતાં આ વર્ષ ખૂબ જ ખતરનાક રહ્યું છે. આ વર્ષે જે બરફ પીગળ્યો છે એ ખૂબ જ ચિંતાજનક રહ્યો છે. 2015-2025નો દાયકોઃ સ્વિટ્ઝરલેન્ડના ગ્લેશિયર માટે ખૂબ જ ખરાબ રહ્યો છે. આ દાયકામાં લગભગ 24 ટકા બરફમાં ઘટાડો થયો હતો. 2010થી 2020માં આ બરફમાં 17 ટકાનો ઘટાડો થયો હતો. 2000થી 2010માં 14 ટકા બરફ ઓછો થયો હતો. આજે ફક્ત 45.1 ક્યુબિક કિલોમીટરનો બરફ બચ્યો છે. 2000ની સરખામણીએ એ 30 ક્યુબિક કિલોમીટર્સ ઓછો છે. ગ્લેશિયરના વિસ્તારમાં 755 સ્ક્વેર કિલોમીટર્સનો ઘટાડો થયો છે. આ ઘટાડો 30 ટકા છે.

ક્યાં થઈ અસર?

સ્વિટ્ઝરલેન્ડના નોર્થઈસ્ટમાં આવેલું સિલ્વ્રેટ્ટા ગ્લેશિયરમાં છેલ્લા 100 વર્ષમાં સૌથી ઓછો બરફ પડ્યો છે. એવરેજ કરતાં 25થી 50 ટકા ઓછો બરફ પડ્યો છે. 3000 મીટરથી નીચેના ગ્લેશિયર પર સૌથી વધુ બરફ પીગળેલો જોવા મળ્યો છે. 1980 મીટર્સ પર આવેલું Aletschgletscher ગ્લેશિયર પર સૌથી વધુ બરફ પીગળ્યો છે. અહીં 12 મીટર્સ સુધીનો બરફ પીગળ્યો છે. સાઉથમાં આવેલા વાલાઇસ ગ્લેશિયરમાં 2025ના એપ્રિલમાં દર વખત કરતાં 2 મીટર વધુ બરફ પડ્યો હતો. આથી બરફમાં જે નુકસાન થયું છે એ થોડું સરભર થયું હતું. મેટર અને સાસ વેલીમાં હાઈ-એલ્ટિટ્યુડ ગ્લેશિયરમાં પણ એવરેજ કરતાં વધુ બરફ પીગળેલો જોવા મળ્યો છે. જુલાઈમાં વાતાવરણ ઠંડું રહ્યું હતું અને બરફ પણ પડ્યો હોવાથી થોડી રાહત મળી હતી. જોકે જેટલો બરફ પીગળ્યો એટલો નહોતો પડ્યો.

ગ્લેશિયર લોસ્ટ દિવસ

સ્વિટ્ઝરલેન્ડમાં ‘ગ્લેશિયર લોસ્ટ ડે’ પણ મનાવવામાં આવે છે. આ એ દિવસ હોય છે જ્યારે જેટલો બરફ રિઝર્વ હોય એ પૂરી રીતે પીગળી જાય. આ વર્ષે એ સાત જુલાઈએ આવ્યો હતો. 2022 બાદ એ બીજી વાર ખૂબ જ જલદી દિવસ આવી ગયો હતો. 2025માં ગયા વર્ષની સરખામણીએ સહારાની ધૂળને કારણે બરફ કાળો પડતો જોવા નહોતો મળ્યો. એના કારણે બરફ થોડો ધીમે પીગળ્યો હતો. જોકે ગરમીને લીધે તમામ બરફ જલદી પીગળ્યા હતા.

મનુષ્યને શું રિસ્ક છે?

ગ્લેશિયરનું પીગળવું ક્લાઈમેટ સાથે જોડાયેલું છે. એના કારણે ખૂબ જ મોટી ચિંતાનો વિષય બની શકે છે. બરફ પીગળવાથી પર્વતો સ્થિર નથી રહેતાં. એના કારણે લેન્ડસ્લાઇડ અને એવલાન્ચ થવાના ચાન્સ વધી જાય છે. 2025ના મે મહિનામાં વાલાઇસમાં આવેલું બ્લેટન ગામ ગ્લેશિયર પડવાથી એની નીચે ડબાઈ ગયું હતું. આ વિશે મેથિયાસ હસ કહે છે, ‘આ બરફ પીગળવા વિશે નથી, પરંતુ એને કારણે જીવન પર અસર પડશે એ ચિંતાનો વિષય છે.’

આ પણ વાંચો: નેટફ્લિક્સ વિરુદ્ધ મસ્કનું મોટું પગલું: કેમ વધી રહ્યો છે કેન્સલેશન ટ્રેન્ડ

ભવિષ્યમાં શું કરી શકાય?

દુનિયાભરમાં કાર્બન ડાયોક્સાઇડ ઇમિશનને 30 વર્ષની અંદર ઝીરો પર લાવી શકાય તો સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા 200 હાઈ-એલ્ટિટ્યુડ ગ્લેશિયરને બચાવી શકાય છે. નહીંતર નાના-નાના ગ્લેશિયર સંપૂર્ણપણે પીગળી જશે. 1973થી 2016 સુધીમાં 1000 નાના ગ્લેશિયરનો નાશ થયો છે. 2016થી 2022 સુધીમાં વધુ 100 ગ્લેશિયર ગાયબ થયા છે. Pizolgletscher ગ્લેશિયર 2006થી 2025 સુધીમાં સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે. આ ગ્લેશિયરનું પીગળવું આપણી ઇકોસિસ્ટમને ખૂબ જ નુકસાન કરી રહ્યું છે.

Tags :