નેટફ્લિક્સ વિરુદ્ધ મસ્કનું મોટું પગલું: કેમ વધી રહ્યો છે કેન્સલેશન ટ્રેન્ડ
Netflix Cancellation Trend: ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ કહેવામાં આવ્યું છે કે તેણે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરી નાખ્યું છે. ઇલોન મસ્ક જ નહીં, પરંતુ ઘણાં લોકો નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરી રહ્યાં છે. આ એક માસ ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં હજારોની સંખ્યામાં સબસ્ક્રિપ્શન કેન્સલ કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેન્ડ નેટફ્લિક્સ દ્વારા નોકરીએ રાખવામાં આવેલા ડિરેક્ટર હેમિશ સ્ટીલની કમેન્ટ બાદ શરૂ થયો છે. હેમિશ દ્વારા ‘ડેડ એન્ડ : પેરાનોર્મલ પાર્ક’ અને ‘ડેડએન્ડિયા’ બનાવવામાં આવી છે. પોલિટિકલ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્કના મૃત્યુને લઈને હેમિશ દ્વારા મજાક ઉડાવવામાં આવી હતી. હેમિશ દ્વારા તેને ‘નાઝી’ કહેવામાં આવ્યો હતો.
સ્ટીલની કમેન્ટ અને ‘ડેડએન્ડિયા’નો વિરોધ
નેટફ્લિક્સના શો ‘ડેડએન્ડિયા’ જેને હેમિશ દ્વારા બનાવવામાં આવ્યો હતો એની ક્લિપ X પર શેર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ઇલોન મસ્કનું છે. આ શો વિશે ક્રિટિક્સ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બાળકોની એનિમેશન સિરીઝ ‘પ્રો-ટ્રાન્સ કન્ટેન્ટ’ને પ્રમોટ કરી રહી છે. આ શો વિશે ઘણાં પેરન્ટ્સ અને જાણીતી વ્યક્તિઓ દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. એમાંથી એક ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ભૂતપૂર્વ ન્યુક્લિયર સાયન્ટિસ્ટ મેટ વેન સ્વોલ પણ છે. આ શોમાં ‘પ્રો-ટ્રાન્સ કન્ટેન્ટ’ હોવાનું કહી તેમ જ હેમિશ દ્વારા જે કમેન્ટ કરવામાં આવી છે એને લઈને તેણે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરી નાખ્યું છે. ત્યાર બાદ આ ટ્રેન્ડ શરૂ થયો અને હજારો લોકો સબસ્ક્રિપ્શન કેન્સલ કરી રહ્યાં છે.
ટ્રાન્સજેન્ડર વિશે મસ્કના વિચાર
મેટ વેન સ્વોલની પોસ્ટ પર ઇલોન મસ્કે જવાબ આપ્યો હતો કે ‘Same’. એટલે કે તેણે પણ પોતાનું સબસ્ક્રિપ્શન કેન્સલ કરાવી દીધું છે. ટ્રાન્સજેન્ડરના હક વિશે મસ્કના શું વિચાર છે એ આ સબસ્ક્રિપ્શન કેન્સલ કરવાથી સાફ દેખાઈ આવે છે, ખાસ કરીને તેના પોતાના બાળક વિશે પણ. ભૂતકાળમાં ઇલોન મસ્ક દ્વારા ટ્રાન્સજેન્ડર કેરને ‘વોક માઇન્ડ વાયરસ’ તરીકે સંબોધવામાં આવ્યું હતું. એટલે કે એ જાગૃત દિમાગને ખરાબ કરી રહ્યું હોવાનું તેમણે કહ્યું હતું. આથી હેમિશની કમેન્ટ અને તેના કન્ટેન્ટની બાળકો પર શું અસર થઈ રહી છે એને જોઈને ઇલોન મસ્કે પણ સબસ્ક્રિપ્શન કેન્સલ કર્યું હોવાનું લાગી રહ્યું છે.
આ પણ વાંચો: 'દહીં' ખાઈને મારિયા 117 વર્ષ જીવ્યાં, વિજ્ઞાનીઓએ રિસર્ચ કરી તો રસપ્રદ તારણો સામે આવ્યા
સિદ્ધાંત વિરુદ્ધનું હોય ત્યારે બોલવા જાણીતો મસ્ક
ઇલોન મસ્ક હંમેશાં તેના સિદ્ધાંત વિરુદ્ધનું હોય ત્યારે એ વિશે ખુલ્લેઆમ બોલવા માટે જાણીતો છે. તેના પોતાના સિદ્ધાંત સાથે જ્યારે કંઈ બંધબેસતું ન હોય ત્યારે તે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ એની ટીકા કરે છે. તેણે અગાઉ તેની દીકરીના ટ્રાન્સિશન વિશે પણ ખુલ્લેઆમ ટીકા કરી હતી. તે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વિચારો સાથે મતભેદ થતાં એ વિશે પણ ટીકા કરતો જોવા મળ્યો હતો. આથી સોશિયલ મીડિયા પર તેના કેન્સલ બાદ આ ટ્રેન્ડને વધુ વેગ મળ્યો છે.