દરેક લોકો પાસે બંદૂક છતાં દુનિયાની આ જગ્યા મનાય છે સૌથી સુરક્ષિત, જાણો કેમ?
Svalbard Norwegian Archipelago: દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંનું એક એવું શહેર છે, જ્યાં લગભગ દરેક વ્યક્તિ પાસે બંદૂક કે રાઈફલ હોય છે. એવું નથી કે અહીં ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધારે છે, છતાં પણ લોકો ઘરની બહાર નીકળતી વખતે પોતાની પાસે હથિયાર રાખે છે. જાણો આ શહેર ક્યાં છે અને લોકો અહીં કેમ પોતાની સાથે હથિયાર રાખે છે.
સૌથી સુરક્ષિત આ જગ્યા પર લોકો બંદૂક કેમ રાખે છે?
આ જગ્યા એટલે નોર્વેજીયન ટાપુના સ્વાલબાર્ડ, જ્યાં લોકો અનોખી જીવનશૈલી જીવે છે. લોકો અહીં ઘરની બહાર નીકળતી વખતે હંમેશા પોતાની પાસે બંદૂક રાખે છે. આ ધ્રુવીય શહેરમાં ધ્રુવીય રીંછ (Polar Bear) ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં ગમે ત્યાં, ગમે તે જગ્યાએ રીંછ ફરતા જોવા મળી શકે છે. આ જ કારણ છે કે લોકો ઘરની બહાર નીકળતી વખતે પોતાની સાથે બંદૂક કે રાઈફલ રાખે છે.
અહીં રીંછથી સુરક્ષિત રહેવા માટે હથિયાર જરૂરી છે. પરંતુ ક્યારેય બંદૂક વાપરવાની જરૂરીયાત પડતી નથી, તેમ છતાં લોકોને જંગલમાં ફરતી વખતે પોતાની પાસે રાઈફલ કે ફ્લેર ગન રાખવી પડતી હોય છે.
શહેરની અંદર બંદૂક લઈને ફરવાની મનાઈ
જોકે આ બંદૂકોનો ઉપયોગ ફક્ત જીવન માટે ખતરો ઊભો થાય એવી પરિસ્થિતિઓમાં જ કરી શકાય છે. શહેરની અંદર આવા હથિયારોની પરવાનગી નથી. સ્વાલબાર્ડના ગવર્નર ઓફિસે સ્પષ્ટતા કરી હતી કે શહેરની દુકાનો અને સાર્વજનિક ઇમારતોમાં લોડેડ બંદૂકો લઈ જવાની સખત મનાઈ છે. બંદૂક રાખવી કાયદાકીય રીતે ફરજિયાત નથી - પરંતુ શિકારીઓથી બચવા માટે કેટલીક તૈયારી રાખવી જરૂરી છે. તેથી જ આ વિસ્તારના રહેવાસીઓએ પોતાની બંદૂકો સીધી ગવર્નરના ઓફિસમાંથી મેળવવી પડે છે અને બંદૂક મેળવતા પહેલા અરજી કરવી પડે છે.
આ પણ વાંચો: નેતન્યાહૂના દીકરાની સો.મીડિયા પોસ્ટથી ઈઝરાયલમાં હડકંપ, સત્તાપલટાના કાવતરાનો આરોપ મૂક્યો
આ શહેર ઘણા કારણોસર છે સૌથી સુરક્ષિત જગ્યા
જોકે, આ શહેરને દુનિયાના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક માનવામાં આવે છે. કારણ કે આ શહેરની ભૌગોલિક રચના તેને ભૂકંપ અને અન્ય કુદરતી આફતોથી સુરક્ષિત રાખે છે. તેમજ અહીંની વસ્તી એટલી ઓછી છે અને આ જગ્યાનો કોઈ કાયમી નિવાસી નથી એટલે ત્યાં ગુનાહિત ઘટનાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે.