અફઘાનિસ્તાનમાં મોડી રાતે પાકિસ્તાને એરસ્ટ્રાઈક કર્યાની આશંકા, કાબુલમાં બોમ્બવર્ષા

Pakistan and Afgahinstan news : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે રાત્રે એક પછી એક થયેલા જોરદાર વિસ્ફોટોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ ધમાકા કાબુલના ડિસ્ટ્રિક્ટ 8 અને અબ્દુલહક ચોક પાસે સંભળાયા હતા, જ્યાં સરકારી કચેરીઓ અને રહેણાંક વિસ્તારો આવેલા છે. પ્રાથમિક અહેવાલોમાં આ વિસ્ફોટને લઈને એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે બની શકે કે પાકિસ્તાન દ્વારા આ એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ પણ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
The Pakistan Air Force just bombed Kabul and 3 other cities in Afghanistan.
— राजपूत सवित सिंह (@Savit12) October 10, 2025
The Taliban are in trouble.
Unprecedented… pic.twitter.com/gxpI81T7Wr
ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનના મંત્રી ભારતની મુલાકાતે છે
આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે. 2021માં તાલિબાન શાસને સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે આર્થિક અને કૂટનીતિક સંબંધોને મજબૂત કરવાનો સંકેત આપી રહી છે. કાબુલમાં થયેલા આ તાજેતરના વિસ્ફોટોને કારણે ક્ષેત્રીય તણાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.