જંગલી ઘાસ અને કોલસો ચૂસીને જીવવા મજબૂર: ગૃહયુદ્ધના કારણે સુદાનમાં ભૂખમરો, 1 કરોડ લોકોનું સ્થળાંતર
Sudan Civil War, Conflict, Hunger Crisis : સુદાનમાં ભયંકર ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. અહીં સેના અને બળવાખોર અર્ધસૈનિક દળો વચ્ચે સતત સામસામે ગોળીબાર થઈ રહ્યો છે, જેના કારણે અહીં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. દેશમાં વેપાર, ખેતી, ભોજન બધુ જ નષ્ટ થઈ ગયું છે, જેના કારણે લોકો ભારે ભૂખમરાનો સામનો કરવાની સાથે ધીમે ધીમે મૃત્યુ પામી રહ્યા છે. સ્થિતિ એવી ઉભી થઈ છે કે, લોકોએ પોતાની ભૂખ સંતોષવા માટે ઘાસ અને કોલસો ચૂસીને જીવવા મજબૂત બની ગયા છે.
એકતરફ ગોળીઓ... બીજી બાજુ ભૂખમરો... સુદાનના લોકોની ચારોબાજુ મોત,
મીડિયા રિપોર્ટ મુજબ, સુડાનના અનેક વિસ્તારોમાં ભૂખમરાની સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે લોકો બાળકોની ભૂખ શાંત કરવા માટે તેમને જંગલી પાંદડા અને નીંદણને મીઠામાં ઉકાળીને ખવડાવી રહ્યા છે. આખો દેશ વિનાશકારી યુદ્ધ અને વ્યાપક ભૂખમરાના સામે ઝઝુમી રહ્યો છે. અહીં બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિત તમામ લોકો ગોળીઓ અને ભૂખમરા બંનેનો સામનો કરી રહ્યા છે. ભોજન માટે સંઘર્ષ કરી રહેલા લોકોમાં એક શાળાના શિક્ષકે કહ્યું કે, ‘સુડાનના લોકોને ભોજન મળી રહ્યું નથી, જેના કારણે તેઓ ભૂખ શાંત પાડવા માટે ઘાસ અને જંગલી પાંદડા પર જીવન ગુજારી રહ્યા છે. ખરીદા કોરો નામનું પાંદળુ ભૂખ્યા લોકોનો સહારો બની ગયું છે.
ખેતર, જમીન, માર્ગો બધુ નષ્ટ, લૂંટની ઘટના પણ વધી
સુદાનમાં વર્તમાન ભૂખમરાનું મુખ્ય કારણ એપ્રિલ 2023 થી ચાલી રહેલો સશસ્ત્ર સંઘર્ષ છે, જેણે દેશના કૃષિ, આર્થિક અને સામાજિક માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. સંઘર્ષને કારણે ખેડૂતો તેમના ખેતરોમાં કામ કરી શકતા નથી. ખેતીની જમીનનો નાશ થયો છે, પુરવઠા માર્ગો ખોરવાઈ ગયા છે અને કૃષિ સાધનોની લૂંટ થઈ છે, જેના કારણે ખોરાકના ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે. સુદાનની બે તૃતીયાંશ વસ્તી ખોરાક અને આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં માનવતાવાદી સહાય પહોંચાડવામાં અવરોધો, લૂંટફાટ અને સુરક્ષાના મુદ્દાઓ મુખ્ય સમસ્યા છે. બજારો લૂંટી લેવામાં આવ્યા છે, પુરવઠો ખૂટો ગઈ છે અને રસ્તાઓ અસુરક્ષિત બની ગયા છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોએ ઘર્ષણ કરી રહેલા સુદાનીઝ આર્મ્ડ ફોર્સિસ (SAF) અને રેપિડ સપોર્ટ ફોર્સિસ (RSF) પર ભૂખમરાનો યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો છે.
બે કરોડથી વધુ લોકો ભૂખમરાની ઝપેટમાં
દેશમાં બે કરોડ લોકો ભૂખમરો, બળવાખોરોની ગોળી અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. દેશમાં વર્ષ 2023માં ઘર્ષણ થયા બાદ માસૂમ લોકો ભયાનક સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શરૂઆતમાં માત્ર રાજધાની ખાર્તૂમમાં ઘર્ષણ શરૂ થયું હતું, ત્યારબાદ આખા દેશમાં પેલાઈ ગયું છે. યુદ્ધમાં 20,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે એક કરોડ 30 લાખ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે. એટલું જ નહીં દેશનો એક મોટો ભાગ દુષ્કાળની ઝપેટમાં પણ આવી ગયું છે. વર્તમાન સ્થિતિમાં સુદાન વિશ્વના સૌથી મોટા ‘ભૂખમરા સંકટ’નો સામનો કરી રહ્યું છે.
દેશના અનેક વિસ્તારમાં દુકાળનું જોખમ
સુદાનની લગભગ અડધી વસ્તી, એટલે કે 24.6 મિલિયન (લગભગ 2.46 કરોડ) લોકો, અત્યંત ગંભીર ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. આમાંથી 6.37 લાખથી વધુ લોકો વિનાશક સ્તરના ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ઓગસ્ટ 2024 માં, ઝમઝમ IDP (આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ) કેમ્પમાં દુકાળની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારથી આ સ્થિતિ વધુ 10 વિસ્તારોમાં ફેલાઈ ગઈ છે અને અન્ય 17 વિસ્તારોમાં પણ દુકાળનું જોખમ છે.
32 લાખ બાળકો પર કુપોષણનું સંકટ
પાંચ વર્ષથી ઓછી ઉંમરના લગભગ 40 ટકા બાળકો તીવ્ર કુપોષણથી પીડાઈ રહ્યા છે, જેમાં 11 ટકા બાળકો ગંભીર તીવ્ર કુપોષણનો શિકાર છે. 2025માં લગભગ 32 લાખથી વધુ બાળકોને તીવ્ર કુપોષણનો સામનો કરવો પડશે તેવો અંદાજ છે. એપ્રિલ 2023થી આશરે લગભગ 73 લાખ લોકો દેશની અંદર વિસ્થાપિત થયા છે અને 20 લાખથી વધુ લોકો પડોશી દેશોમાં આશ્રય લેવા મજબૂર થયા છે.
આ પણ વાંચો : 2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં