Get The App

'પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવાનું બંધ કરો...' અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન વધ્યું

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
'પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવાનું બંધ કરો...' અમેરિકા અને ઈરાન વચ્ચે ટેન્શન વધ્યું 1 - image

Tensions between America and Iran: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનના પરમાણુ ઠેકાણને તબાહ કરવાની ધમકીને 'રેડ લાઈન' ગણાવી અને કહ્યું કે તેના ગંભીર પરિણામો આવશે. તમને જણાવી દઈએ કે, હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે.

પ્રતિબંધ મૂકવાની ધમકીઓ આપવાનું બંધ કરો

એક ઈરાની અધિકારીએ કહ્યું કે, 'જો અમેરિકા રાજદ્વારી ઉકેલ ઈચ્છે છે, તો તેણે ધમકીઓ અને પ્રતિબંધોની ભાષા છોડવી પડશે. આવી ધમકીઓ ઈરાનના રાષ્ટ્રીય હિતો પ્રત્યે ખુલ્લી દુશ્મનાવટ છે.'

ટ્રમ્પે બુધવારે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું કે, 'હું ઈચ્છું છું કે (પરમાણુ કરાર) એટલો કડક હોય કે આપણે નિરીક્ષકો સાથે અંદર જઈ શકીએ, જે જોઈએ તે લઈ શકીએ, જે ઈચ્છીએ તે ઉડાવી શકીએ, પરંતુ કોઈનો જીવ ન જાય.'

આ પણ વાંચો: ‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી?

ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પ અગાઉ પણ ઘણી વાર ચેતવણી આપી ચૂક્યા કે જો રાજદ્વારી નિષ્ફળ જશે, તો અમે ઈરાનના પરમાણુ ઠેકાણા પર બોમ્બમારો કરી શકીએ છીએ. આ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દાયકાઓથી ચાલી રહેલા વિવાદનો એક ભાગ રહ્યો છે. જોકે, ટ્રમ્પે શુક્રવારે એમ પણ કહ્યું હતું કે, ઈરાન સાથે 'નજીકના ભવિષ્યમાં' એક કરાર શક્ય છે.

સાઉદી અરેબિયાએ આપી ઈરાનને ચેતવણી

આ પહેલા સમાચાર આવ્યા હતા કે, થોડા સમય પહેલા સાઉદી અરેબિયાએ ઈરાનને ચેતવણી આપી હતી. સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ સાથે મુલાકાત દરમિયાન તેમને ચેતવણી આપી હતી કે તમે પરમાણુ કરાર પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતને ગંભીરતાથી લો અથવા ઈઝરાયલ સાથે યુદ્ધ માટે તૈયાર રહો.

એક સમાચાર એજન્સી સાથે વાત કરતા બે ખાડીના બે સૂત્રો અને બે ઈરાની અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે, ક્ષેત્રમાં વધુ અસ્થિરતાની શક્યતાથી ચિંતિત સાઉદી અરેબિયાના 89 વર્ષીય રાજા સલમાન બિન અબ્દુલઅઝીઝે તેમના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાનને ખામેનેઈને ચેતવણી આપવા મોકલ્યા હતા.