Get The App

‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી?

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી? 1 - image


Saudi Arabia Prince Khalid Warned Iran : સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રીએ ઈરાનને સ્પષ્ટ કહ્યું છે કે, ‘તમે ટ્રમ્પના પરમાણુ સમજૂતી પર વાતચીત કરવાના પ્રસ્તાવને ગંભીરતાથી સ્વિકાર કરી લો અથવા ઈઝરાયલના હુમલાના ગંભીર ખતરાનો સામનો કરો. જો તમે પ્રસ્તાવને સ્વિકારી લેશો તો ઈઝરાયલ સાથેના યુદ્ધથી બચી શકો છો.’

સાઉદી સંરક્ષણ મંત્રીએ ઈરાનના સર્વોચ્ચ નેતાને મળીને ચેતવણી આપી

વાસ્તવમાં ખાડી દેશોમાં ફરી અસ્થિરતાના જોખમો ઉભા થયા છે, જેના કારણે સાઉદી અરેબિયાના 89 વર્ષિય રાજા સલમાન બિન અબ્દુલ અજીજે તેમના પુત્ર અને સંરક્ષણ મંત્રી પ્રિંસ ખાલિદ બિન સલમાન (Saudi Arabia Defense Minister Prince Khalid bin Salman)ને ગત મહિને ઈરાનની રાજધાની તહેરાન મોકલ્યા હતા. રૉયટર્સના રિપોર્ટ મુજબ, સાઉદી પ્રિન્સ ખાલિદે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei) સાથે મુલાકાત કરી હતી અને ચેતવણી આપી હતી. ખાડીના સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે અને સૂત્ર 17 એપ્રિલે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : અમેરિકામાં ભારતવંશી વિદ્યાર્થિનીએ 'ફ્રી પેલેસ્ટાઇન' નો નારો લગાવતાં વિવાદ

ખાલિદે ઈરાનને કહ્યું- ‘ટ્રમ્પમાં ઓછી ધીરજ છે’

બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિઆન, સેના પ્રમુખ અને વિદેશ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. હજુ સુધી સાઉદીએ ઈરાનને આપેલી ચેતવણી અંગે કોઈની પાસે માહિતી નથી. પ્રિન્સ ખાલિદ અગાઉ અમેરિકામાં સાઉદીના રાજદૂતનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે. તેમણે ઈરાનના નેતાઓને ચેતવણી આપી છે કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)માં વાતચીત કરવા મુદ્દે ઓછી ધીરજ છે.

સાઉદીએ ઈરાનને બે વિકલ્પ આપ્યા

ઈઝરાયેલ અને હમાસ-ગાઝા વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. એટલું જ નહીં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ હમાસને ખતમ કરવાની કસમ ખાધી છે, ત્યારે સાઉદી પ્રિન્સે કહ્યું કે, ‘ટ્રમ્પની ટીમ ઇચ્છે છે કે પરમાણુ કરાર પર શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવામાં આવે. જો આવું નહીં કરો તો રાજદ્વારીના રસ્તાઓ વહેલા બંધ થઈ જશે. ઈરાન માટે ઈઝરાયલી હુમલાનો સામનો ઝીલવા કરતા ટ્રમ્પ સાથે ડીલ કરવી વધુ સારી રહેશે. આ વિસ્તાર પહેલેથી જ ગાઝા યુદ્ધ જેવી આગથી સળગી રહ્યો છે, તેથી તે વધુ એક તણાવને સહન નહીં કરી શકે. સાઉદી અરેબિયાના શાહી પરિવારના કોઈ સભ્યએ બે દાયકા બાદ તહેરાન યાત્રા કરી છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, ટેરિફને યોગ્ય ગણાવતાં ફેડરલ કોર્ટે સ્ટે હટાવ્યો, જાણો શું તર્ક આપ્યો

Tags :