હવામાં ઉડી રહેલા પ્લેનના વિંગમાંથી નીકળ્યા તણખાં, જુઓ વીડિયો
Updated: Sep 22nd, 2022
નવી દિલ્હી,તા.22 સપ્ટેમ્બર 2022, ગુરુવાર
અમેરિકાના નેવાર્ક એરપોર્ટ પર એક ફ્લાઇટ ત્યારે ભયાનક બની ગઈ જ્યારે ફ્લાઇટ પછી તેની એક વિંગમાંથી તણખા નીકળવા લાગ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પ્લેનમાંથી સળગી ગયેલો કાટમાળ જોવા મળ્યો.
આ ફ્લાઇટ યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ હતી, જે નેવાર્કથી બ્રાઝિલના સાઓ પાઉલો જઈ રહી હતી. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા છે.
એરો એક્સપ્લોરરે વધુમાં જણાવ્યું કે, આ એરક્રાફ્ટ બોઈંગ 777-200ER હતું. આઉટલેટે Flightradar24 ને ટાંકીને કહ્યું કે, આ ફ્લાઇટના દોઢ કલાક પછી નેવાર્ક એરપોર્ટ પર પાછી લેન્ડ થઈ હતી.
આ ફૂટેજ જોઈને ટ્વિટર યુઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે કહ્યું, કારણ કે કોઈએ તેમનો ફોન એરોપ્લેન મોડ પર નથી રાખ્યો", બીજા યુઝરે લખ્યું, ભયંકર છે પરંતુ પાઈલટનો આભાર કે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ જૂના વિમાનોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.