Earthquake: દક્ષિણપૂર્વ તાઇવાનમાં મોટો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજ(24 ડિસેમ્બર)ની સાંજે ત્યાંના સ્થાનિક સમય અનુસાર 5:47 કલાકે ધરતી ધણધણી ઉઠી હતી. લોકો ડરી ઘરની બહાર નીકળી ગયા હતા. રિએક્ટર સ્કેલ ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. તેના ઝટકા ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી અનુભવાયા છે. સદનસીબે કોઈ જાનમાલને નુકસાન થયું નથી.
તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા 1 થી 7ના સ્તર મપાય છે
તાઇવાનના કેન્દ્રીય મૌસમ પ્રશાસન (CWA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટી હોલથી 10.1 કિલોમીટર ઉત્તરમાં હતું, જેની ઊંડાઈ 11.9 કિલોમીટર હતી. અને તીવ્રતા 6.1 હતી. તાઇવાનમાં ભૂકંપની તીવ્રતા 1થી 7ના સ્તર પર માપવામાં આવે છે. તાઇતુંગ કાઉન્ટીમાં સ્તર 5 નોંધાયું હતું. જ્યારે હુઆલિયન અને પિંગતુંગ કાઉન્ટીમાં સ્તર 4ના ભૂકંપનો અનુભવ થયો હતો.
આ પણ વાંચો: ભારત અને ચીન વચ્ચે LAC પર સેના હટાવવાની વાતો ફક્ત નાટક, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો
એક વર્ષ પહેલા 19 લોકોના થયા હતા મોત
મહત્ત્વનું છે કે એક વર્ષ પહેલા 3 એપ્રિલ, 2024ના રોજ તાઇવાનના હુઆલિયન પ્રદેશમાં 7.4ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. તે છેલ્લા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. જેમાં પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં 19 લોકોના મોત થયા હતા તો 1100થી વધુ લોકો ઘાયલ થયા હતા.


