World

એઆઈ ચિપ માટે દક્ષિણ કોરિયા 576 અબજ ડોલરનું રોકાણ કરશે

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
દક્ષિણ કોરિયાએ AI ક્ષેત્રે અમેરિકા-ચીન સાથે સ્પર્ધા કરવા $576 અબજનું ભવ્ય રોકાણ જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે સિઓલમાં જણાવ્યું કે, સેમસંગ અને SK હાયનિક્સ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 4 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે. આ ઉપરાંત, દેશભરમાં વિશાળ AI ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરાશે અને હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના ઉત્પાદનને પ્રાથમિકતા અપાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એઆઈ ચિપ માટે દક્ષિણ કોરિયા 576 અબજ ડોલરનું રોકાણ કરશે
  • અમેરિકા-ચીન સાથે એઆઈની રેસમાં સામેલ થશે
  • ચાર નવા સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવાશે એઆઈ ડેટા સેન્ટરનું વિશાળ નેટવર્ક ઊભું કરાશે
  • એઆઈ સર્વર માટે મહત્ત્વપૂર્ણ એવી હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના રિસર્ચ- પ્રોડ્કશનને પ્રાથમિકતા અપાશે
    સિઓલ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરમાં દેશને વધુ મજબૂત બનાવવા માટે દક્ષિણ કોરિયાએ અત્યાર સુધીની સૌથી મોટી યોજનાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે કહ્યું કે, એઆઈ અને સેમિકન્ડક્ટર ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ દેશમાં ૫૭૬ અબજ ડોલર એટલે કે, આશરે રૂપિયા ૪૯ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ મુખ્ય ભૂમિકા ભજવશે.
    આ યોજના હેઠળ આગામી વર્ષોમાં સેમસંગ અને એસકે હાયનિક્સ મળીને તેમના સપ્લાયરો સાથે લગભગ ૮૦૦ ટ્રિલિયન વોન એટલે કે, અંદાજે ૫૧૮ અબજ ડોલરનું રોકાણ કરીને દેશના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ચાર નવા એડવાન્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ (ફેબ) સ્થાપશે. આ ઉપરાંત ચુંગચિઓંગ વિસ્તારમાં અત્યાધુનિક ચિપ પેકેજિંગ ક્લસ્ટર માટે ૮૧ ટ્રિલિયન વોનનું વધારાનું રોકાણ પણ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ લીએ જણાવ્યું કે વિશ્વમાં એઆઈની રેસમાં આગળ રહેવા માટે સેમિકન્ડક્ટર, ફિઝિકલ એઆઈ અને એઆઈ ડેટા સેન્ટર દેશના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ બનશે.
    સરકારે ૨૦૩૦ સુધી દેશમાં ઘઇછસ્ મેમરી ચિપનું ઉત્પાદન બમણું કરવાનો ટારગેટ નક્કી કર્યો છે. આ સાથે જ એઆઈ સર્વર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયેલી હાઈ-બેન્ડવિડ્થ મેમરી ચિપના રિસર્ચ અને પ્રોડ્ક્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.યોજનાનો ત્રીજો મહત્વપૂર્ણ ભાગ દેશભરમાં વિશાળ એઆઈ ડેટા સેન્ટર નેટવર્ક ઊભું કરવાનો છે. સરકાર અને પ્રાઈવેટ સેક્ટર મળીને ૨૦૩૫ સુધીમાં ૧,૦૦૦ ટ્રિલિયન વોનથી વધુનું રોકાણ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા ડેટા સેન્ટરો વિકસાવશે.
    આ ઉપરાંત ૨૦૩૦ સુધી દક્ષિણ કોરિયાને ફિઝિકલ એઆઈ અને રોબોટિક્સ ક્ષેત્રે વૈશ્વિક નેતા બનાવવાનો પણ રોડમેપ જાહેર કરવામાં આવ્યો છે.