Get The App

ભૂખના કારણે પોતાના સાથીઓના જ હાથ-પગ ખાવા લાગ્યા: સોનાની ખાણમાં ફસાયેલા શ્રમિકોની આપવીતી

Updated: Jan 30th, 2025

GS TEAM

Google News
Google News
South Africa Stilfontein Mine


South Africa Stilfontein Mine: દક્ષિણ આફ્રિકામાં સોનાની ઊંડી ખાણમાં ફસાયેલા કામદારોની કહાની સાંભળીને આખી દુનિયા ચોંકી ગઈ છે. 'બફેલ્સફોન્ટેન ગોલ્ડ માઇન' નામની ખાણમાં શ્રમિકો ફસાયા હતા. જમીનથી એક માઇલ નીચે ફસાયેલા આ ખાણિયાઓને તાજેતરમાં બચાવી લેવાયા છે.

જીવિત રહેવા સાથીઓના જ હાથ-પગ ખાવા પડ્યા

પરંતુ ખાણની બહાર આવ્યા પછી તેણે જે કહ્યું તેનાથી આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બચી ગયેલા લોકોને સત્તાવાળાઓએ ભોજન પહોંચાડવાનું બંધ કરી દેતાં મજૂરોએ તેમના સાથીઓના જ હાથ-પગ ખાવા પડ્યા હતા.

બે બચી ગયેલા મજૂરોએ ત્યાંની પરિસ્થિતિ વર્ણવી

ગેરકાયદેસર ખાણકામ કરતાં બે બચી ગયેલા મજૂરોએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કર્યું. બચી ગયેલા કામદારોએ જણાવ્યું હતું કે, 'અમે જીવ બચાવવા માટે પગ, હાથ અને પાંસળીના ભાગો કાપીને ખાવા પડ્યા હતા અને અમે નક્કી કર્યું હતું કે હવે જીવ બચાવવા માટે આ એકમાત્ર વિકલ્પ છે.' ગેરકાયદે કામગીરીની ઓળખ કર્યા બાદ સત્તાવાળાઓએ ઑગસ્ટમાં ખાણના પ્રવેશદ્વારને ઘેરી લીધો હતો. જે પછી લગભગ 2,000 ખાણિયાઓએ આત્મસમર્પણ કર્યું, પરંતુ સેંકડો પાછળ રહી ગયા. પોલીસે ત્યારબાદ ખાદ્ય અને પાણી પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી બાકીના ખાણિયાઓ બહાર આવે. 

પોલીસે ખાણ તરફ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો

જે બાદ છેલ્લા સપ્તાહમાં 324 ખાણિયા બહાર આવ્યા જેમાંથી 78ના મોત થયા છે. એક બચાવ કાર્યકર્તાએ સડતા મૃતદેહો અને દુર્ગંધ વિશે જણાવ્યું હતું કે કેટલાક ખાણિયાઓ ખોરાકના અભાવે નરભક્ષી બન્યા અને વંદો ખાવાનું સ્વીકાર્યું હતું. બચાવ કાર્યકર્તાએ કહ્યું, 'તે મૃતદેહોમાંથી ખરેખર ખરાબ ગંધ આવી રહી હતી... એમાંથી ખાણની અંદર કેટલાક લોકોએ આ મૃતદેહોને ખાધા હતા. 

આ પણ વાંચો: 'હેલિકોપ્ટરે ટર્ન કેમ ન લીધો?', અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ટ્રમ્પને ષડ્યંત્રની આશંકા

દક્ષિણ આફ્રિકાની થઈ રહી છે ટીકા 

બફેલ્સફોન્ટેન સોનાની ખાણમાં ખાણિયાઓને અવરોધિત કરવા બદલ દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓની આકરી ટીકા કરવામાં આવી છે. તેમજ દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા ટ્રેડ યુનિયનોમાંના તેની નિંદા કરવામાં આવી હતી. જે બાદ હવે સમગ્ર વિશ્વમાં આ મામલે સવાલો ઉઠી રહ્યા છે.

ભૂખના કારણે પોતાના સાથીઓના જ હાથ-પગ ખાવા લાગ્યા: સોનાની ખાણમાં ફસાયેલા શ્રમિકોની આપવીતી 2 - image

Tags :