Get The App

હેલિકોપ્ટરે ટર્ન કેમ ન લીધો?', અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ટ્રમ્પને ષડ્યંત્રની આશંકા

Updated: Jan 30th, 2025

GS TEAM

Google News
Google News
હેલિકોપ્ટરે ટર્ન કેમ ન લીધો?', અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ટ્રમ્પને ષડ્યંત્રની આશંકા 1 - image


Donald Trump On Plane Crash: અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં વિમાન અને બ્લેકહોક હેલિકોપ્ટર વચ્ચે ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. અનેક પ્રકારની કોન્સ્પિરસી થિયરી સામે આવી રહી છે. ત્યારે હવે ખુદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટના પર શંકા વ્યક્ત કરી છે. વ્હાઈટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર બનેલી આ દુર્ઘટનાને લઈને અનેક પ્રકારની કોન્સ્પિરસી થિયરી સામે આવી રહી છે. કેટલાક લોકો તેને આતંકી ઘટના પણ ગણવી રહ્યા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી

આ વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, વિમાન એક નિર્ધારિત રુટીન પર રનવે તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ અચાનક હેલિકોપ્ટર સીધુ વિમાન તરફ જવા લાગ્યું. હવામાન સાફ હતું. વિમાનની લાઈટ્સ પણ ઓન હતી. તો પછી હેલિકોપ્ટરે પોતાની સામે વિમાન જોઈને ટર્ન કેમ ન લીધો? કંટ્રોલ ટાવરે હોલિકોપ્ટર પાયલટને જાણકારી કેમ ન આપી કે સામે વિમાન છે? આ દુર્ઘટના અટકાવવી દેવી જોઈતી હતી. આ સારું ન થયું.

હેલિકોપ્ટરે ટર્ન કેમ ન લીધો?', અમેરિકામાં વિમાન દુર્ઘટનામાં ટ્રમ્પને ષડ્યંત્રની આશંકા 2 - image

વિમાનમાં કુલ 64 લોકો સવાર હતા

તમને જણાવી દઈએ કે, રીગન નેશનલ એરપોર્ટ પર અમેરિકન આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટરે અમેરિકન એરલાઈન્સના વિમાનને ટક્કર મારી દીદી હતી, ત્યારબાદ બંને નદીમાં ખાબક્યા હતા. એરલાઇને પુષ્ટિ કરી છે કે, દુર્ઘટના સમયે વિમાનમાં કુલ 64 લોકો સવાર હતા, જેમાં ચાર ક્રૂ મેમ્બર પણ સામેલ છે. 

આ પણ વાંચો: VIDEO: વોશિંગ્ટનમાં હેલિકોપ્ટર સાથે પેસેન્જર વિમાન અથડાતા ક્રેશ, 19 મોત

મૃત્યુઆંક વધવાની શક્યતા

રિપોર્ટ અનુસાર, આ અકસ્માતમાં હજુ સુધી કોઈને બચાવી શકાયા નથી. વિમાનમાં 64 લોકો સવાર હતા જ્યારે સેનાના હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. અત્યાર સુધીમાં નદીમાંથી 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.

Tags :