'પહેલા ઘરનો મામલો ઉકેલો પછી મિડલ-ઈસ્ટની ચિંતા કરજો...', પુતિનની ઓફર અંગે ટ્રમ્પનો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image: IANS |
Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વ સંકટને લઈને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ખુલાસો કર્યો કે, હાલમાં જ પુતિને મારો સંપર્ક કર્યો અને ઈઝરાયલ-ઈરાન સંકટમાં મધ્યસ્થતાની રજૂઆત કરી. પરંતુ, તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 'પહેલાં પોતાનું રશિયા-યુક્રેનનો મામલો પતાવો, પછી મિડલ ઈસ્ટની ચિંતા કરજો.'
ટ્રમ્પે પોતાના અંદાજમાં કહ્યું કે, 'રશિયા-યુક્રેન યુદ્ધ મૂર્ખતા છે અને જો હું પ્રમુખ હોત તો આ ક્યારેય ન થાત. પુતિને આવું કરવાની હિંમત ન કરત. મેં પુતિન સાથે ખુદ વાત કરી હતી. તેમણે મને કહ્યું કે, તે ઈઝરાયલ-ઈરાન મામલે મધ્યસ્થતા કરવા ઈચ્છે છે. મેં કહ્યું કે, એક કામ કરો, પહેલાં પોતાનો અંગત મામલો પતાવી લો. બાદમાં બાકીની દુનિયાની ચિંતા કરજો.'
સતત વધી રહ્યો છે ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ
ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ યુદ્ધને લઈને અમેરિકાએ પણ પોતાના વિસ્તારમાં સૈન્ય ઉપસ્થિતિ વધારી દીધી છે. વળી, બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે વર્ષથી ઉપર થશે, જેની સ્થિતિ સુધરવાની બદલે સતત બગડી જ રહી છે.
ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
જોકે, આ બધાંની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, યુક્રેન યુદ્ધમાં મોતને ભેટલા લોકોની અસલ સંખ્યા સંતાડવામાં આવી રહી છે. આ યુદ્ધમાં ખૂબ જ વધારે લોકો મર્યા છે, જેટલા બતાવવામાં આવી રહ્યા છે તેનાથી ઘણાં વધારે. ત્યાં એક બિલ્ડિંગ પડે છે અને કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ ઈજાગ્રસ્ત પણ નથી થયું. શું આ એક મજાક છે?'
આ પણ વાંચોઃ VIDEO : ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલથી હુમલા, હોસ્પિટલને બનાવી નિશાન
અહીં એ જોવાનું રસપ્રદ હશે કે, પુતિન આ નિવેદન પર શું પ્રતિક્રિયા આપે છે. રશિયા માટે યુક્રેન યુદ્ધનું સમાધાન જેટલું અઘરૂ છે, તેટલું જ અઘરૂ ઈઝરાયલ-ઈરાન સંકટ પણ જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, બુધવારે પુતિને ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષને ખતમ કરવામાં મધ્યસ્થાની રજૂઆત કરી હતી. પુતિને કહ્યું કે, 'આ એક નાજુક મુદ્દો છે, મારા વિચારથી એક સમાધાન થવું જોઈએ. મેં ઈરાન, ઈઝરાયલ અને સંયુક્ત રાજ્ય અમેરિકા સાથે મોસ્કોના પ્રસ્તાવ શેર કર્યા.








