World

VIDEO : ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલથી હુમલા, હોસ્પિટલને બનાવી નિશાન

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઈરાને ઈઝરાયલ પર કર્યા બેલેસ્ટિક મિસાઈલથી હુમલા, હોસ્પિટલને બનાવી નિશાન

Image : Twitter 


Iran attack on Israel : ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ભીષણ સ્વરૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. ઈઝરાયલ જે રીતે ઈરાન પર આડેધડ હુમલા કરી રહ્યું છે તે રીતે જ ઈરાન પણ હવે ઈઝરાયલમાં તબાહી મચાવવામાં પીછેહઠ કરી રહ્યું નથી. ઈરાને ફરી એકવાર બેલેસ્ટિક મિસાઈલથી હુમલા કરીને ઈઝરાયલને હચમચાવી નાખ્યું છે. 


ક્યાં કર્યા હુમલા? 

લેટેસ્ટ માહિતી અનુસાર ઈરાને ઈઝરાયલમાં આવેલી સોરોકા હોસ્પિટલને નિશાન બનાવી હતી. 4 બેલેસ્ટિક મિસાઈલ ઝીંકીને ઈરાને અહીં મોટાપાયે વિનાશ વેર્યો હતો. હુમલા બાદના દૃશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હોસ્પિટલને થયેલું મોટું નુકસાન દેખાઈ રહ્યું છે. જોકે હજુ સુધી આ હુમલામાં કેટલા લોકોના મોત કે ઈજાગ્રસ્ત થયા છે તેના આંકડા સામે આવ્યા નથી. 

ઈઝરાયલે આપ્યું રિએક્શન 

ઈઝરાયલના વિદેશ મંત્રાલયે ઈરાનના હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે બીર્શેબામાં સોરોકા હોસ્પિટલ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. અમે તમામ લોકોની સુરક્ષા માટે જે થઇ શકશે તે કરીશું. હાલમાં હોસ્પિટલને ભારે નુકસાન થયું હોવાથી લોકોને અમારી અપીલ છે કે તેઓ હોસ્પિટલ સારવાર માટે ન આવે.