Get The App

સેંકડો વખત ઝેરીલો સાપ કરડ્યો તોય આ વ્યક્તિને કંઇ ના થયું, વિજ્ઞાનીઓ રિસર્ચ કરવા દોડ્યા

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
સેંકડો વખત ઝેરીલો સાપ કરડ્યો તોય આ વ્યક્તિને કંઇ ના થયું, વિજ્ઞાનીઓ રિસર્ચ કરવા દોડ્યા 1 - image


Snakes Have Bitten This Man Hundreds Of Times: અમેરિકામાં ટિમ ફ્રીડે નામના વ્યક્તિને સેંકડો વખત ઝેરીલો સાપ કરડ્યો છે અને ઘણી વખત તેણે આ કામ જાણી જોઈને કરાવ્યું છે. હવે વિજ્ઞાનીઓ તેના લોહીનું રિસર્ચ કરી રહ્યા છે, જેથી સાપના ડંખ માટે વધુ સારી સારવાર શોધી શકાય. ફ્રીડેને બાળપણથી જ સાપ અને ઝેરી પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેણે પોતાના વિસ્કોન્સિનના ઘરમાં ડઝનબંધ સાપ રાખ્યા હતા અને વીંછી અને કરોળિયામાંથી ઝેર કાઢતો હતો. સાપના કરડવાથી બચવા અને જિજ્ઞાસાના કારણે તેણે ખુદને સાપના ઝેરના નાના ડોઝ આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ડોઝ વધારીને તેણે ઝેર સહન કરવાની શક્તિ પોતાના શરીરમાં વધારી અને પછી તેણે ખુદને સાપ દ્વારા ડંખ મરાવવાનું શરૂ કર્યું. 

પહેલા ખૂબ ડર લાગતો હતો

ફ્રીડેએ જણાવ્યું કે, પહેલા મને ખૂબ ડર લાગતો હતો, પણ જેટલું કરતો ગયો તેટલું સરળ બનતું ગયું.' કોઈ ડૉક્ટર કે નિષ્ણાત તેને યોગ્ય નથી માનતા, પરંતુ તેનું કહેવું છે કે, આ પદ્ધતિ શરીરની કાર્ય કરવાની રીત સાથે મેળ ખાય છે. જ્યારે શરીરને થોડી માત્રામાં ઝેરનો સામનો કરવો પડે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે જે ઝેરને બેઅસર કરી દે છે. જે ઝહેરનો અનુભવ શરીરને પહેલાથી હોય છે, તે તેનો સરળતાથી સામનો કરી શકે છે. ફ્રીડે 18 વર્ષથી સાપના ઝેરનો ડોઝ લઈ રહ્યો છે, અને તેના ફ્રીઝમાં ઝેર ભરેલું રહે છે. યુટ્યુબ વિડીયોમાં તેના બ્લેક મામ્બા, તાઈપન અને વોટર કોબ્રાના કરડવાથી તેના હાથ સૂજેલા નજર આવી રહ્યા છે. 

હું મોતના મોઢામાંથી પાછો આવવા માગતો હતો

ટિમ ફ્રીડે કહ્યું કે, હું મોતના મોઢામાંથી પાછો આવવા માગતો હતો. ફ્રીડેએ વિજ્ઞાનીઓને ઈમેઇલ કરીને પોતાના લોહીનું પરીક્ષણ કરવા વિનંતી કરી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે દર વર્ષે 1,10,000 લોકો સાપના કરડવાથી મૃત્યુ પામે છે. એન્ટિવેનમ બનાવવું ખર્ચાળ અને મુશ્કેલ છે. તે ઘોડા જેવા મોટા પ્રાણીઓને ઝેર આપીને બનાવવામાં આવે છે, જે માત્ર કેટલાક સાપના ઝેર પર જ કામ કરે છે અને ક્યારેક-ક્યારેક નુકસાન પણ પહોંચાડે છે. કોલંબિયા યુનિવર્સિટીના પીટર ક્વોંગને ફ્રીડ વિશે સાંભળીને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું કે, 'આ અસાધારણ છે.' 18 વર્ષમાં ફ્રીડે અનોખી એન્ટિબોડીઝ બનાવી છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ બનશે આગામી પોપ? અમેરિકન પ્રમુખ અને વ્હાઈટ હાઉસે શેર કરી તસવીર

ટિમ ફ્રીડેના લોહીમાંથી 2 એન્ટીબોડીઝ મળી આવ્યા

શુક્રવારે સેલ જર્નલમાં પ્રકાશિત થયેલ એક સ્ટડીમાં ક્વોંગ અને તેમની ટીમે જણાવ્યું કે, ફ્રીડેના લોહીમાંથી બે એન્ટિબોડીઝ મળી આવ્યા છે જે ઘણા સાપના ઝેરને બેઅસર કરે છે. તેનું લક્ષ્ય એવી સારવાર બનાવવાનો છે જે બહુવિધ સાપના ઝેર પર કામ કરે. આ રિસર્ચ પ્રારંભિક છે. ઉંદરો પર ટેસ્ટ કરવામાં આવ્યું છે, પરંતુ મનુષ્યો પર પરીક્ષણ કરવામાં વર્ષો લાગશે. આ સારવાર મામ્બા અને કોબ્રા જેવા સાપ પર કામ કરે છે, પરંતુ વાઈપર (જેમ કે રેટલસ્નેક) પર નહીં. લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના નિકોલસ કેસવેલે જણાવ્યું કે, આ આશાસ્પદ છે, પરંતુ હજુ ઘણું કામ બાકી છે.'

આંગળીનો ભાગ કાપવો પડ્યો

ફ્રીડેની આ રાહ સરળ નહોતી. એકવાર એક સાપે તેને એટલો ખરાબ રીતે ડંખ માર્યો કે તેણે પોતાની આંગળીનો એક ભાગ કાપવો પડ્યો હતો. કોબ્રાના ડંખથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તે હવે સેન્ટિવેક્સ માટે કામ કરે છે, જે કંપની સારવાર વિકસાવી રહી છે અને સંશોધન માટે ભંડોળ પૂરું પાડી રહી છે. ફ્રીડ ખુશ છે કે તેની 18 વર્ષની સફર લોકોનો જીવ બચાવી શકે છે, પરંતુ તે બીજાઓને પણ સલાહ આપે છે કે, 'આવું ન કરો.' 

Tags :