Get The App

ડોનાલ્ડ ટ્રમ્પ બનશે આગામી પોપ? અમેરિકન પ્રમુખ અને વ્હાઈટ હાઉસે શેર કરી તસવીર

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
Trump becomes Pope


Trump becomes Pope: પોપ ફ્રાન્સિસ પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવા પોપ બન્યા છે. વ્હાઇટ હાઉસે તેમનો ફોટો પોસ્ટ કર્યો છે. આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. વ્હાઇટ હાઉસ દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોપના પોશાક પહેરીને એક ખુરશી પર બેસીને પોપની જેમ જ પોઝ આપેલો ફોટો છે. જો કે આ એક AI જનરેટેડ ફોટો છે. પરંતુ આ પોસ્ટે ભારે હોબાળો મચાવ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આને ટ્રમ્પ દ્વારા પોપ ફ્રાન્સિસના મૃત્યુની મજાક ઉડાવવા જેવું કહ્યું છે.

AI-જનરેટેડ ફોટો ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ શેર કર્યો

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પણ પોપના પોશાક પહેરીને આ AI-જનરેટેડ ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો એટલા માટે પણ સમાચારમાં છે કારણ કે થોડા દિવસ પહેલા તેમણે મજાકમાં કહ્યું હતું કે, 'હું પોપ બનવા માંગુ છું.' 

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટને મજાક રીતે લીધી, તો કેટલાકે તેની ટીકા કરી અને તેને અસંવેદનશીલ ગણાવી અને ટ્રમ્પ પર પોપ ફ્રાન્સિસના મૃત્યુની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો.

ફ્રાન્સિસના મૃત્યુ પછી નવા પોપની શોધ

જણાવી દઈએ કે પોપ ફ્રાન્સિસનું ગયા મહિને નિધન થયું હતું. પોપના અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત ઘણા વિશ્વ નેતાઓ હાજર રહ્યા હતા. એક દિવસ પહેલા જ, વેટિકન સિટીમાં એક ચીમની સ્થાપિત કરવામાં આવી હતી, જે નવા પોપની પસંદગીની પ્રક્રિયાની શરૂઆતનો સંકેત આપે છે. 

પોપના પોશાકમાંના ફોટો પર પ્રતિક્રિયાઓ

પોપના પોશાક પહેરેલા ટ્રમ્પની AI જનરેટ ઈમેજ સામે આવ્યા પછી, અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી, 'કેથોલિકો પ્રત્યે કેટલું અપમાનજનક છે. ટ્રમ્પ અને તેના બદમાશો આવું જ કરે છે, અપમાન, નીચતા અને મૂર્ખતા. આપણે કેથોલિકો નવા પોપને ચૂંટવા માટે જે પ્રક્રિયામાંથી પસાર થાય છે તેની મજાક ઉડાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ?' 

ડોનાલ્ડ ટ્રમ્પ બનશે આગામી પોપ? અમેરિકન પ્રમુખ અને વ્હાઈટ હાઉસે શેર કરી તસવીર 2 - image

Tags :