અમેરિકાના સાઉથ ટેક્સાસમાં શૂટઆઉટ, ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓના મોત
ન્યુયોર્ક, તા. 12 જુલાઈ 2020 રવિવાર
અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત મળતી જાણકારી મુજબ અધિકારીઓએ કહ્યું છે કે દક્ષિણ ટેકસાસ (અમેરિકા)ના સરહદી શહેરમાં કરાયેલા ફાયરિંગમાં બે પોલીસ અધિકારીઓના મૃત્યું થયા છે. જ્યારે આ ફાયરિંગમાં શંકાસ્પદ પણ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
અગાઉ ત્રણ અઠવાડિયા પહેલા ટેક્સાસ વિસ્તારની રાજધાની આસ્ટિનમાં થયેલ ફાયરિંગમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. જ્યારે મિનીપોલીસ શહેરમાં એક ભરચક વિસ્તારમાં કરાયેલા ફાયરિંગ એક વ્યક્તિનું મૃત્યું અને અન્ય 11 લોકો ઘાયલ થયાં હતા. આ વિસ્તારમાં બાર, રેસ્ટોરાની સાથે મોટી કંપનીઓના સ્ટોર પણ છે.