Get The App

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
Shooting at Manhattan
(PHOTO - IANS)

Shooting at Manhattan: અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. સોમવારે (28 જુલાઈ) ન્યૂયોર્કના સેન્ટ્રલ મેનહટનમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં એક પોલીસ અધિકારીએ પણ જીવ ગુમાવ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, હુમલો કરનાર વ્યક્તિ પોતે પણ માર્યો ગયો છે. પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હતી.

અમેરિકામાં ગોળીબારની ઘટનામાં 5 લોકોના મોત 

પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય શેન તામુરા નામનો શખ્સ સાંજે લગભગ 6.30 વાગ્યે બંદૂક સાથે એક 44 માળની બિલ્ડિંગમાં ઘૂસ્યો હતો. બિલ્ડિંગની અંદર પહોંચતા જ તેણે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું, જેમાં 4 લોકોનાં મોત થયાં. આ પછી, તે વ્યક્તિએ પોતાને પણ ગોળી મારી લીધી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું. શને તામુરા લાસ વેગાસનો રહેવાસી હતો અને હુમલાખોર પાસે હેન્ડગન રાખવાનું લાયસન્સ પણ હતું.

આ પણ વાંચો: ચીનમાં કુદરતનો કેર: બેઇજિંગમાં અતિભારે વરસાદ બાદ 30ના મોત, 80 હજાર લોકોએ ઘર છોડ્યા

આ વર્ષે અમેરિકામાં 254 વખત ગોળીબારની ઘટનાઓ બની

ગન વાયોલન્સ આર્કાઇવના આંકડા મુજબ, મિડટાઉન મેનહટનની ઇમારતમાં થયેલો ઘાતક ગોળીબાર આ વર્ષે અમેરિકામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યો હોય તેવી 254મી ઘટના છે.

અમેરિકામાં ફરી ગોળીબાર: ન્યૂયોર્કમાં પોલીસ અધિકારી સહિત 5ના મોત, હુમલાખોરે ખુદને પણ ગોળી મારી 2 - image

Tags :