ચોંકાવનારું: બ્રિટનમાં 60 ટકા પાકિસ્તાની પિતરાઈ ભાઈ-બહેનો કરી રહ્યા છે લગ્ન, દેશમાં ઉઠ્યા સવાલ
UK Pakistani Marriages :વર્તમાન સમયમાં બ્રિટનમાં પિતરાઈ ભાઈ- બહેનોના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. આમ તો બ્રિટનમાં પિતરાઈ ભાઈ-બહેનોનાં લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેનું મહત્ત્વનું કારણ છે બ્રિટનમાં રહેતા પાકિસ્તાનીઓ. હકીકતમાં હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટનમાં રહેતા પાકિસ્તાની લોકો 40થી 60 ટકા લગ્ન તેમના સંબંધીઓમાં એટલે કે, પિતરાઈ ભાઈ-બહેનોમાં કરી રહ્યા છે. ત્યારે પિતરાઈ લગ્ન વિરુદ્ધ સવાલો ઉઠી રહ્યા છે.
એક હકીકત એ પણ છે કે, ભલે બ્રિટનનાં આવા લગ્ન વિરુદ્ધ વાત થઈ રહી હોય, પરંતુ બ્રિટનમાં પહેલેથી આવા લગ્નના ચલણ રહ્યું છે. અહીં 16મી સદીથી પિતરાઈ લગ્ન કાયદો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રાણી વિક્ટોરિયા અને ચાર્લ્સ ડાર્વિન જેવા મોટા નામોએ પણ તેમના પિતરાઈ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, જીનેટિક બીમારીઓના કારણે આ લગ્નો ઘણા ઓછા થઈ ગયા છે. પરંતુ બ્રિટિશ પાકિસ્તાની સમુદાયમાં હજુ પણ આ ચલણ ચાલુ છે, અને
પરિવાર - મિલકતને એક રાખવાનો એક માર્ગ
ધ ઇકોનોમિસ્ટના રિપોર્ટ પ્રમાણે 13,500 પરિવારોના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, પાકિસ્તાની મૂળના પરિણીત યુગલોમાંથી 37% પિતરાઇ ભાઇઓ હતા, જ્યારે બ્રિટિશ યુગલોમાં આ સંખ્યા 1% કરતા ઓછી હતી. હવે આ લગ્નો પર પ્રતિબંધની માંગ કરવામાં આવી રહી છે, જોકે કેટલાક લોકોનું માનવું છે કે, જો આવું થશે તો જેઓ પહેલાથી જ પરિણીત છે તેમને અપમાનનો સામનો કરવો પડશે.
બ્રિટનમાં હાલમાં શું ચાલી રહ્યું છે?
તમને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા જ કન્ઝર્વેટિવ સાંસદ રિચાર્ડ હોલ્ડને સંસદમાં પિતરાઇ ભાઇઓના લગ્ન પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ રજૂ કર્યું હતું. તેમણે દલીલ કરી હતી કે આનાથી બાળકોમાં જીનેટિક રોગોનું જોખમ વધે છે અને તે આધુનિક બ્રિટિશ સમાજ સાથે સુસંગત નથી. એ પછી એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો કે, 77 ટકા બ્રિટિશ લોકો પિતરાઈ ભાઈઓના લગ્નને ગેરકાયદેસર બનાવવા માંગે છે.
પાકિસ્તાની અને બાંગ્લાદેશી મૂળના 47% લોકો પણ આ પ્રતિબંધને ટેકો આપ્યો હતો, જ્યારે 39% લોકો તેના પક્ષમાં હતા. DW ના અહેવાલ મુજબ, 10 થી 15 ટકા નવજાત બાળકોના માતાપિતા જૈવિક સંબંધીઓ ધરાવે છે. તેની સાથે હવે વિવિધ વર્ગો તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાએ ચીનનું વધાર્યું ટેન્શન, પાડોશીઓ સાથે સમુદ્રમાં ઘેરવાનો પ્લાન, જાણો વિવાદ
કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે?
કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, પિતરાઈ ભાઈ- બહેનોના લગ્નથી જન્મેલા બાળકોમાં જીનેટિકલ રોગોનું જોખમ બમણું થઈ શકે છે, જ્યારે સામાન્ય પરિસ્થિતિઓમાં તે 3 ટકા સુધી હોય છે. તેનો અર્થ એ છે કે, આ પરિસ્થિતિમાં આ દર બમણો થઈ જાય છે. આનાથી બાળકોમાં રિસેસિવ રોગોનું જોખમ પણ વધે છે. કેટલાક ડોકટરોનું માનવું છે કે, પિતરાઈ લગ્ન પર પ્રતિબંધ મૂકવાને બદલે તેની જીનેટિક તપાસ અને જાગૃતિ પર ધ્યાન આપવું જોઈએ.