Get The App

મિત્ર રાષ્ટ્રો સામે ભીખ માંગવામાં શરમ આવે છે...', પાકિસ્તાનના PM શરીફનું કબૂલનામું

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
મિત્ર રાષ્ટ્રો સામે ભીખ માંગવામાં શરમ આવે છે...', પાકિસ્તાનના PM શરીફનું કબૂલનામું 1 - image


PM Shehbaz Sharif On Pakistan Economic Crisis: પાકિસ્તાનની આર્થિક કટોકટી કોઈનાથી છુપાયેલી નથી રહી. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દુનિયા જાણે છે કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારો આ દેશ અન્ય દેશોના દેવા પર કેટલો નિર્ભર છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના ટોપ એક્સપોર્ટર્સનો સંબોધિત કરતા વડા પ્રધાન શાહબાઝ શરીફે સ્વીકાર્યું કે, દેશની વિકટ આર્થિક પરિસ્થિતિના કારણે મારે ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને 'મિત્ર રાષ્ટ્રો' પાસે ભીખ માગવી પડી. તેમની પાસે ભીખ માગવામાં પણ શરમ આવે છે પરંતુ આર્થિક સંકટ એટલો ગંભીર હતો કે, વારંવાર વિદેશ પ્રવાસો પર જઈને લોન માગવી પડતી હતી. 

શાહબાઝ શરીફે જણાવ્યું કે, 'IMF કાર્યક્રમ બચાવવા અને બાહ્ય દેવાના અંતરને ભરવા માટે અમે ચુપચાપ ઘણા દેશો પાસે ગયા અને માથું ઝૂકાવીને મદદ માટે વિનંતી કરી.' તેમણે એ પણ સ્વીકાર્યું કે, 'લોનની શરતો ક્યારેક "અયોગ્ય" હોય છે અને પાકિસ્તાનને પોતાની પ્રતિષ્ઠા સાથે સમાધાન કરવું પડ્યું.'

શાહબાઝ શરીફે ભાવુક થઈને કહ્યું કે, 'હું તમને કેવી રીતે જણાવું કે અમે કયા-કયા મિત્ર રાષ્ટ્રો પાસે જઈને લોન માટે વિનંતી કરી. તે દેશોએ અમને ક્યારેય નિરાશ નથી કર્યા, પરંતુ જે લોન લેવા માટે જાય છે, તેનું માથું હંમેશા ઝૂકેલું રહે છે. 

પોતાના આત્મસન્માન સાથે સમજોતો કરવો પડ્યો

શાહબાઝ શરીફે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે, જ્યારે કોઈ દેશ આર્થિક મદદ માગે છે, તો તેણે પોતાના આત્મસન્માન સાથે સમજોતો કરવો પડે છે અને લોન આપનારા દેશોની એવી શરતો સ્વીકારવી પડે છે, જેનો બેઝ ઉઠાવવો અશક્ય હોય છે. 

ઉલ્લેખનીય છે કે શાહબાઝનો આ સ્વીકાર એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ સતત વણસી રહી છે અને પરંપરાગત સાથી દેશો પણ હવે માત્ર મદદ જ નહીં પરંતુ વેપાર, રોકાણ અને નવીનતા આધારિત ભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે.

પાકિસ્તાનના PM અગાઉ પણ આવી વાતો કહી ચૂક્યા છે

શાહબાઝ શરીફ અગાઉ પણકહી ચૂક્યા છે કે, હું દુનિયામાં ભીખનો કટોરો લઈને ફરવા નથી માગતો, પરંતુ આ વખતે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, પાકિસ્તાન જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે તે અત્યંત શરમજનક અને અસ્વસ્થતાપૂર્ણ છે.

આ પણ વાંચો: સુનેત્રા પવારે રાજ્યસભા સાંસદ પદેથી આપ્યું રાજીનામું, આજે લેશે DyCM પદના શપથ, NCPની કમાન પણ સોંપાઈ

પાકિસ્તાન માત્ર IMF અને વર્લ્ડ બેન્કનું જ દેવાદાર નથી, તે ચીન અને સાઉદી અરેબિયાના પણ મોટા દેવાના તળીયે દબાયેલું છે. ડિસેમ્બર 2025 સુધીમાં  પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું આશરે લગભગ 52.366 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ચૂક્યું છે.