Get The App

VIDEO : અમેરિકામાં ભીષણ વાવાઝોડાથી તબાહી, 21ના મોત; અનેક ઈમારતોને નુકસાન, વીજળી ગુલ

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : અમેરિકામાં ભીષણ વાવાઝોડાથી તબાહી, 21ના મોત; અનેક ઈમારતોને નુકસાન, વીજળી ગુલ 1 - image


US Tornado : અમેરિકાના મધ્યપશ્ચિમ ક્ષેત્રમાં વાવાઝોડાને કારણે 21 લોકોના મોત થયા છે. સૌથી વધુ દક્ષિણપૂર્વ કેન્ટુકીમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેન્ટુકીના અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાત્રે લોરેલ કાઉન્ટીમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મિઝોરીમાં અનેક વખત આવ્યું વાવાઝોડું

લોરેલ કાઉન્ટી શેરિફ જોન રૂટની ઓફિસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં કહ્યું છે કે, વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં લોકો ગુમ થઈ ગયા છે, જેને શોધવા માટે પુરજોશમાં બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મિઝોરીમાં એક ભારે વાવાઝોડું સહિત અનેક વખત વાવાઝોડું આવ્યું છે. આ ઉપરાંત વિસ્કોન્સિનમાં પણ ભારે અસર થઈ છે. અહીં અનેક લાખો ઘરોમાં વિજળી જઈ રહેતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અનેક બિલ્ડિંગોને નુકસાન

ભારે વાવાઝોડાના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું છે. વૃક્ષો, વીજળીની થાંભલા પડી જવાના કારણે અનેક વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. અધિકારીઓ સ્થનીક લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની વિનંતી કરી રહ્યા છે.

આ પણ વાંચો : VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ

સેન્ટ લૂઈસમાં 5000 ઘરોને અસર

સેન્ટ લૂઈસના મેયર કારા સ્પેન્સરે મીડિયા સાથે વાત કરતી વખતે તેમના શહેરમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 5,000થી વધુ ઘરોને અસર થઈ છે. વાવાઝોડાના કારણે ભારે વિનાશ થયો છે. શહેરમાં ઈમરજન્સી સ્થિતિની જાહેરાત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જે વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે, ત્યાં આખી રાતનો કર્ફ્યૂ લાદી દેવાયો છે. ઈજાગ્રસ્તોની સંખ્યા હજુ સામે આવી નથી, પણ આ સ્થિતિમાં અનેક લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી રહી છે.

ઘણા લોકોની હાલત ગંભીર

બાર્ન્સ-યહૂદી હોસ્પિટલના પ્રવક્તા લૌરા હાઈએ કહ્યું કે, વાવાઝોડામાં ઈજાગ્રસ્ત થયેલા લગભગ 20થી 30 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હતી. તેમણે કહ્યું કે, 15 દર્દીઓને સેન્ટ લુઇસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો, અમેરિકામાં પણ નોંધાયા કેસ

Tags :