Get The App

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ

Updated: May 17th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 1 - image
ઈમેજ સોર્સ - યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ સોશિયલ મીડિયા X પર શેર કરેલો ફોટો

Russians Attack Ukrainian Bus : ત્રણ વર્ષથી યુદ્ધ કરી રહેલા રશિયા-યુક્રેન વચ્ચે ગઈકાલે શાંતિ મંત્રણા યોજાઈ હતી, જોકે આ મંત્રણના 24 કલાકમાં જ રશિયાએ યુક્રેન વચ્ચે ડ્રોનથી ભયાનક હુમલો કર્યો છે. યુક્રેને કહ્યું છે કે, આ હુમલામાં 9 લોકોના મોત અને ચાર લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. આમ તો ગઈકાલે મંત્રણામાં લીધેલા નિર્ણય મુજબ યુદ્ધમાં આંશિક રાહતના સંકેત મળ્યા હતા, જોકે એક જ દિવસમાં આ હુમલાએ ફરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે.

મુસાફરો ભરેલી વાન પર ડ્રોન એટેક

યુક્રેનના રાષ્ટ્રીય પોલીસે ટેલીગ્રામ પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, ‘રશિયાના એક ડ્રોને યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં 9 યુક્રેનિયન નાગરિકના મોત થયા છે, જ્યારે ચાર મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.’

ડ્રોનથી એટેક કર્યો હોવાનો રશિયાનો ઈન્કાર

યુક્રેન પોલીસે ટેલિગ્રામ પર ઘટનાની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં લીલા રંગની વાન દેખાઈ રહી છે, જેના પર રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો હોવાનો યુક્રેન પોલીસે દાવો કર્યો છે. જોકે રશિયાએ યુક્રેનના નાગરિકો પર હુમલો કર્યો હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. રશિયાએ કહ્યું કે, તેણે યુક્રેનના સૈન્ય હથિયારો પર હુમલો કર્યો હતો.

રશિયા-યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે ગઈકાલે ઈસ્તંબુલમાં યોજાઈ હતી બેઠક

ઉલ્લેખનીય છે કે, તુર્કેઈના ઈસ્તંબુલમાં ગઈકાલે રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે નિષ્ફળ બેઠક યોજાઈ હતી. બેઠકમાં યુદ્ધવિરામ કે પછી યુદ્ધ બંધ કરવા અંગે કોઈપણ ચર્ચા થઈ ન હતી, જોકે બંને દેશો એકબીજાના 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા પર સંમત થયા હતા.

પહેલી વાર શાંતિ મંત્રણા યોજાઈ

ફેબ્રુઆરી 2022માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી પહેલી વાર બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી. યુક્રેન સતત યુદ્ધવિરામ માટે વિનંતી કરી રહ્યું છે. જોકે, રશિયા યુક્રેનના યુદ્ધવિરામની શરતો સ્વીકારવા તૈયાર નથી.

યુક્રેનના અનેક વિસ્તારોમાં રશિયન સેનાનો હુમલો

બીજીતરફ યુક્રેનની ખેરસન પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘રશિયન સૈનિકોએ આજે ખેરસન, એન્ટોનિવકા, નોવોત્યાગીન્કા, બેલોઝર્કા, પ્રીડનીપ્રોવસ્કી, ઓલેકસાન્ડ્રીવકા, ઇનહુલેટ્સ, સાડોવો, બેરીસ્લાવ, ઓસોકોરીવકા, હેવરીલિવકા, નોવોવોરોન્ટ્સોવકા, ઉરોઝાયને, રાકિવકા અને ચેર્વોમાં અનેક સ્થળે હુમલાઓ કર્યા છે. રશિયાન સેનાએ બેરીસ્લાવના રહેણાંક વિસ્તારમાં વિસ્ફોટો ફેંક્યા છે. જુદી જુદી ઘટનાઓમાં બે લોકોના મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલામાં બે એપાર્ટમેન્ટમાં 10 મકાનોને નુકસાન થયું છે. આ ઉપરાંત રેલવેની બિલ્ડિંગ, એક ટ્રેન, એક સેલ ટાવર, એક સ્ટેશન, ગેસપાઈલાઈન, ચાર કાર, એક ટ્રક અને એક ગેસ ટેન્કરને નુકસાન થયું છે.

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 2 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 3 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 4 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 5 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 6 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 7 - image

VIDEO : શાંતિ મંત્રણાના 24 કલાકમાં જ યુક્રેનમાં મુસાફરો ભરેલી વાન પર રશિયાનો ડ્રોનથી હુમલો, 9 મોત, 4 ઘાયલ 8 - image

Tags :