Get The App

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી 1 - image


- એક કિલો મીઠાનો ભાવ 125 થી 145 રૂપિયા કીલો દીઠ પહોંચ્યો આ વર્ષે મીઠાનું કુલ ઉત્પાદન માત્ર 23 ટકા જેટલું જ થયું છે

કોલંબો : શ્રીલંકાના પુટ્ટલમ્ જિલ્લાના મીઠાના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે થયેલા ભારે વરસાદને લીધે લગભગ ૧૫,૦૦૦ મે.ટન જેટલું મીઠું ધોવાઈ ગયું છે. આથી મીઠાની એક બોરીની કિંમત પાંચ ગણી વધી ગઈ છે.

ભારે વરસાદને લીધે એક તરફ મીઠાનું ઉત્પાદન ઠપ થઈ ગયું છે, તો બીજી તરફ ઉત્પાદિત મીઠાના ડુંગરો વરસાદમાં ધોવાઈ ગયા છે. આથી શ્રીલંકામાં મીઠાનું ઉત્પાદન નહીં સમાન બની રહ્યું છે. લોકો મીઠા જેવી અનિવાર્ય જીવન જરૂરિયાતની ચીજના ભાવ આસમાને પહોંચ્યા છે. મીઠાના વેપારીઓ જેમની પાસે મીઠાનો સ્ટોક છે તેઓ મલાઈ ખાઈ રહ્યા છે.

મીડીયા રીપોર્ટ પ્રમાણે શ્રીલંકામાં અત્યારે મીઠું ૧ કીલોના ૧૨૫ થી ૧૪૫ રૂપિયા સુધી પહોંચી ગયું છે તેનું કારણ તે છે કે દેશમાં સામાન્યત: થતાં કુલ ઉત્પાદનના ૨૩ ટકા જેટલું જ મીઠું પેદા થયું છે.

ભારતે ૩,૦૫૦ મે. ટન જેટલી મીઠાની ખેપ મોકલવા નિર્ણય કર્યો, પરંતુ ભારે વરસાદને લીધે તે પહોંચાડવામાં પણ વાર થાય છે. આ પૈકી ૨૮૦૦ મે.ટન નેશનલ સોલ્ટ કંપની દ્વારા મોકલાયું છે. ૨૫૦ મે.ટન સોલ્ટ પ્રાઇવેટ કંપનીઓએ મોકલ્યું છે. જોકે તત્કાળ તો ભારત સરકારે તે ખાનગી કંપનીઓને પૈસા ચુકવ્યા છે જોકે આગામી સપ્તાહે સ્થિતિ કાબુમાં આવી જશે તેવું અનુમાન છે.

Tags :