World

હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
યુરોપના શાંતિપ્રિય દેશ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં તણાવ વધી રહ્યો છે. સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક સામે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેશની સ્થિતિ ગૃહયુદ્ધ જેવી બની છે. વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સત્તાપલટાની માંગ કરી રહ્યા છે.નોંધનીય છે કે, વિરોધ હવે માત્ર અકસ્માત કે ભ્રષ્ટાચાર પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ લોકશાહી અને સ્વતંત્રતાની માંગમાં ફેરવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ,  પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
Representative image

Serbia Political Crisis: યુરોપના શાંતિપ્રિય દેશ સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં તણાવ વધી રહ્યો છે. સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક સામે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને દેશની સ્થિતિ ગૃહયુદ્ધ જેવી બની છે. વિદ્યાર્થીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને સત્તાપલટાની માંગ કરી રહ્યા છે.નોંધનીય છે કે, વિરોધ હવે માત્ર અકસ્માત કે ભ્રષ્ટાચાર પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ લોકશાહી અને સ્વતંત્રતાની માંગમાં ફેરવાઈ ગયો છે.

આઠ મહિના પહેલા મોટી દુર્ઘટના સર્જાઈ હતી

પહેલી નવેમ્બર 2024માં સર્બિયાના નોવી સાદ શહેરમાં રેલવે સ્ટેશનની છત તૂટી પડતાં 16 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતા. આ દુ:ખદ અકસ્માતથી સરકારની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે લોકોમાં ગુસ્સો ભડકી ઊઠ્યો. ત્યારથી, દેશભરની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરવા લાગ્યા. આઠ મહિનાથી આ આંદોલન ધીમે ધીમે વધી રહ્યું છે અને હવે તે સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક સામે સીધો બળવો બની ગયો છે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયાનું વળગણ, અમદાવાદમાં 1 વર્ષમાં 2000થી વધુ દર્દીએ લીધી માનસિક રોગની સારવાર

બેલગ્રેડના રસ્તાઓ પર પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે સતત હિંસક અથડામણો થઈ રહી છે. વિરોધીઓ પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે, લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વિરોધીઓનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. 'વુસિક મસ્ટ ગો' જેવા નારા દરેક જગ્યાએ ગુંજી રહ્યા છે. 

સર્બિયાના પ્રમુખને પુતિનના નજીકના માનવામાં આવે છે

સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિકને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના નજીકના માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે શું વુસિકનું 12 વર્ષ જૂનું રાજકીય સામ્રાજ્ય ખતમ થવાને આરે છે? શું તેમની હાલત બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના જેવી થવાની છે, જેમની સામે વિદ્યાર્થી આંદોલને સરકારને હચમચાવી નાખી હતી.

વડાપ્રધાને રાજીનામું આપ્યું

વિદ્યાર્થીઓનું આંદોન એટલું વધી ગયું છે કે સર્બિયાના વડાપ્રધાન મિલોસ વુચેવિચને રાજીનામું ધરવુ પડ્યું હતું. પરંતુ સર્બિયાના પ્રમુખ એલેક્ઝાન્ડર વુસિક હજુ પણ પદ છોડવા તૈયાર નથી. દેશમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ છે અને જો ટૂંક સમયમાં કોઈ ઉકેલ નહીં આવે તો સર્બિયા લાંબા સમય સુધી રાજકીય સંકટમાં રહી શકે છે.