World

પશ્ચિમ યુરોપમાં ફરીથી કાળઝાળ હીટવેવ, બ્રિટનમાં રેકોર્ડબ્રેક તાપમાનની ભીતિ

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
બ્રિટનમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થતાં 2003નો 38.5 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા છે. દક્ષિણ બ્રિટનના જંગલોમાં 1017 સ્થળોએ આગ લાગી છે. પાણી પુરવઠા કંપનીઓએ કાર વોશિંગ અને સ્વીમિંગ પૂલ માટે પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. ગરમીને કારણે હોસ્પિટલોમાં સ્ટાફને કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પશ્ચિમ યુરોપમાં ફરીથી કાળઝાળ હીટવેવ, બ્રિટનમાં રેકોર્ડબ્રેક તાપમાનની ભીતિ
  • બ્રિટનમાં 2003માં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું
  • પાણી પુરવઠા કંપનીઓ કાર વોશિંગ, સ્વીમિંગ પૂલ માટે પાણી બંધ કરશેઃ દક્ષિણ બ્રિટનના જંગલોમાં 1017 સ્થળોએ આગ લાગી

નવી દિલ્હી : પશ્ચિમ યુરોપના કેટલાય વિસ્તારોમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થયો છે. તેના પગલે બ્રિટન પણ ગરમીના રેકોર્ડ તૂટે તેવી શક્યતા છે. બ્રિટનના હવામાન વિભાગે લોકોને કાળઝાળ ગરમીથી બચવા ચેતવણી આપી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ મધ્ય ઈંગ્લેન્ડ અને દક્ષિણ-પૂર્વ ઈંગ્લેન્ડમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ પહોંચી જાય તેવી શક્યતા છે.
યુરોપમાં આ વર્ષે ગરમીએ જૂના તમામ રેકોર્ડ તોડયા છે. ફ્રાન્સ, ગ્રીસ, સ્પેન, જર્મની જેવા દેશોમાં તો ગરમીએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં પણ ગરમી હાહાકાર મચાવે છે. બ્રિટનમાં ઓગસ્ટ માસમાં મેક્સિમમ તાપમાનનો રેકોર્ડ ૨૦૦૩માં ૩૮.૫ ડિગ્રી નોંધાયો હતો. આ વર્ષે અમુક વિસ્તારોમાં ૩૮ ડિગ્રી સુધી ગરમી પડે તેવી શક્યતા છે.
ભારત જેવા ગરમ દેશોની તુલનાએ બ્રિટન સહિત યુરોપના દેશોમાં કૂલિંગના સાધનો ઘરોમાં લગાવેલા હોતા નથી. દુકાનો અને ઓફિસ સિવાય ઘરોમાં એસી બહુ ઓછા જોવા મળે છે. તેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. ઘરોમાં રહેવું અસહ્ય બની જાય છે. રોયલ નસગ કોલેજના જનરલ સેક્રેટરી નિકોલા રેન્જરે કહ્યું હતું કે હોસ્પિટલોમાં કામ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હોસ્પિટલની દોડધામ વચ્ચે નસગ સ્ટાફ માટે કામ કરવાનું કપરું બન્યુ છે. વધારે પડતી ગરમીથી અમુક નર્સ ચક્કર આવીને પડી ગયાના દાખલા બન્યા છે.
બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં હવે દુષ્કાળ જેવી સ્થિતિ છે. પાણીની ભારે અછત થઈ રહી છે. પાણી પુરવઠો આપતી કંપનીઓએ કાર વૉશ કે સ્વીમિંગ પૂલ માટે પાણીના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે સરકાર પાસે માંગ કરી છે. બ્રિટિશ સરકારના પર્યાવરણ મંત્રી એન્જેલા એગલ આ માંગણી સ્વીકારી લેશે તો ૨૦૦૬ પછી પહેલી વખત આવો પ્રતિબંધ લાગશે.
બ્રિટનના દક્ષિણના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આ વર્ષે આવી આગ લાગવાની ૧૦૧૭ ઘટનાઓ બની ચૂકી છે. આગની ઘટનાઓ રોકવા વડાપ્રધાન એન્ડી બર્નહામે લોકોને ખુલ્લામાં ભઠ્ઠીઓ ન ચલાવવાની સલાહ આપી છે.