સાઉદી અરબની મોડેલે મિસગાઇડ કર્યા, મિસ યુનિવર્સ માં ભાગ લેવા અંગે થયો ખુલાસો

રિયાધની મોડેલ રુમી અલ કાહતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી

મિસ યુનિવર્સ ભાગ લેવા બદલ ખૂબજ ગૌરવ મહેસૂસ કરુ છું

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
સાઉદી અરબની મોડેલે મિસગાઇડ કર્યા,  મિસ યુનિવર્સ માં ભાગ લેવા અંગે થયો ખુલાસો 1 - image


રિયાધ, ૩ એપ્રિલ,૨૦૨૪,બુધવાર 

સાઉદી અરબની મૉડેલ રુમી અલ કાહતાની આ વર્ષે યોજાનારી મિસ યુનિવર્સ પેજેન્ટ સ્પર્ધામાં ભાગ લેશે એ સમાચાર અફવા સાબીત થયા છે. મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સઇદી અરબ આગામી ૭૩ મી મિસ યૂનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેશે નહી. 

તાજેતરમાં રુમી અલ કાહતાની અંગેના સમાચારોનું પણ ખંડન કર્યુ હતું.  જેમાં એમ કહેવાયું હતું કે ઇતિહાસમાં પ્રથમવાર સાઉદી અરબ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેશે. જેનું નેતૃત્વ મૉડેલ રુમી અલ કહતાની કરશે.  આ અંગેનું એલાન ખૂદ રુમીએ સોશિયલ મીડિયામાં જાહેર કર્યુ હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મિસ યુનિવર્સ પ્રતિયોગતામાં ભાગ લેવો હોયતો તેની પસંદગીના કડક માપદંડો અને નિયમો છે. 

સાઉદી અરબની મોડેલે મિસગાઇડ કર્યા,  મિસ યુનિવર્સ માં ભાગ લેવા અંગે થયો ખુલાસો 2 - image

સાઉદી અરબમાં આ અંગેની કોઇજ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. માટે આ અંગેનો દાવો ખોટો અને ભ્રામક છે. સમગ્ર વિવાદની શરુઆત સાઉદી અરબના રિયાધમાં રહેતી મોડેલ રુમીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી થઇ હતી.  ૨૫ માર્ચના રોજ રુમીએ ઇન્સ્ટાગ્રામમાં લખ્યું હતું કે મિસ યુનિવર્સ ૨૦૨૪માં ભાગ લેવા બદલ ખૂબજ ગૌરવ મહેસૂસ કરી રહી છું. મિસ યુનિવર્સમાં પ્રતિયોગિતામાં સાઉદી અરબની પ્રથમ ભાગીદારી છે. 

અમે વૈશ્વિક મંચ પર જીવનના તમામ ક્ષેત્રોમાં મહિલાઓની સુંદરતા અને પ્રતિભાના જશ્ન મનાવવા માટે પ્રતિબધ્ધ છે. રુમી અલ કાહતાનીના દાવાને મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશને ખંડન કર્યુ છે. રુમીએ ઇન્સ્ટાગ્રામમાં આવો દાવો શા માટે કર્યો તે અંગે જાણવા મળતું નથી. 

        


Google NewsGoogle News