PHOTOS: ઈરાનમાં ફરી પરમાણુ એક્ટિવિટી શરુ થયાનો દાવો, સેટેલાઇટ ઇમેજ દ્વારા ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran Nuclear Sites Satellite Images Reveal: ઇસ્ફાન સ્થિત ઈરાનની પ્રમુખ પરમાણુ સાઇટ સાથે જોડાયેલી નવી સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો થયો છે. 27 જૂનની આ તસવીરોમાં સ્પષ્ટરૂપે જોઈ શકાય છે કે, ઈરાને ઇસ્ફહાન યુરેનિયમ કન્વર્ઝન ફેસેલિટીની ભૂમિગત પરિસરમાં સ્થિત એક ટનલમાં પ્રવેશ દ્વારને ફરી ખોલી દીધું હતું, જે પહેલાં સીલ કરવામાં આવ્યું હતું.
આ ટનલને ફરી ખોલવાના કારણની સત્તાવાર પુષ્ટિ નથી થઈ પરંતુ, આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે અમેરિકા વચ્ચે પરમાણુ તણાવ પોતાની ચરમ સીમા પર છે. મળતી માહિતી મુજબ, અમેરિકન જોઇન્ટ સ્ટાફે ચેરમેન જનરલ ડેન કેને અમેરિકન સિનેટને જાણકારી આપી હતી કે, ઇસ્ફહાન સાઇટ પર થયેલા અમેરિકન હુમલામાં 'Massive Ordnance Penetrator’(બન્કર બસ્ટર બોમ્બ)નો ઉપયોગ કરવામાં નથી આવ્યો. તેના બદલે એક અમેરિકન પનડુબ્બીથી ટૉમહૉક મિસાઇલ દ્વારા વાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ખૈબર પખ્તૂનખ્વાંમાં પાકિસ્તાની સૈન્યના કાફલા પર આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત
ફોર્ડો પરમાણુ સાઇટ પર ખોદકામ શરુ
અમેરિકાના હુમલા બાદ ઈરાને ફોર્ડો પરમાણુ સાઇટ પર ખોદકામ શરુ કરી દીધું છે. થોડા દિવસોમાં ઈરાનને નુકસાનનો અંદાજો આવી જશે. મેક્સારની 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે, ફોર્ડો ન્યુક્લિયર સાઇટ પર ખોદકામ અને માટી દૂર કરનાર મશીન કામ કરી રહ્યા છે. આ સાઇટ પર અમેરિકાએ બોમ્બ વરસાવ્યા હતા.
ઇઝરાયલનું માનવું છે કે, આ તસવીરોમાં કદાચ એ ખતરનાક યુરેનિયમ કાઢવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે, જેના વિશે હજુ સુધી કોઈ જાણ નથી થઈ. તસવીરોમાં ટ્રક, જેસીબી અને ગાડીઓ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે.
જનરલ કેને આપી જાણકારી
અમેરિકન જોઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચેરમેન જનરલ કેને જણાવ્યું કે, ઇસ્ફાનની આ પરમાણુ સુવિધા એટલા ઊંડાણ પર સ્થિત છે કે, બન્કર બસ્ટર બોમ્બ પણ ત્યાં અસર નહીં કરે, તેથી ટૉમહૉક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ઢાકામાં હિન્દુ મંદિર તોડી પડાયું, ભારતના કડક વિરોધ બાદ બાંગ્લાદેશે જુઓ શું કહ્યું
ઈરાન સામે આકરા થયા ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર ઈરાનને લઈને કડક વલણ દર્શાવ્યું છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, જરૂર પડ્યે તે ફરી ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલો કરશે તો તેના જવાબમાં તેમણે કોઈપણ સંકોચ વિના કહ્યું કે, 'હા જરૂર, કોઈપણ સવાલ વિના.'
સિનેટમાં ટ્રમ્પને મળ્યું સમર્થન
સિનેટમાં રિપબ્લિકન પાર્ટીએ 53-47ની બહુમતિ મેળવી છે અને ટ્રમ્પના નિર્ણયનું ખુલીને સમર્થન કર્યું છે. મોટાભાગના રિપબ્લિકન સિનેટર્સનું કહેવું છે કે, ઈરાન અમેરિકા અને તેમના સહયોગી માટે એક ગંભીર જોખમ બનેલું છે અને એવામાં ટ્રમ્પની નિર્ણાયક કાર્યવાહી જરૂરી છે. આ સિનેટર્સે ગત અઠવાડિયે કોંગ્રેસની મંજૂરી વિના ટ્રમ્પ દ્વારા ઈરાનના ત્રણ પ્રમુખ પરમાણુ સ્થળ પર કરવામાં આવેલા હુમલાનું સમર્થન કર્યું હતું. તેમનું માનવું છે કે, ટ્રમ્પ પાસે સંકટના સમયે તાત્કાલિક નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ.









