World

દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે, લાહોર યુનિ.માં કોર્સનો પ્રારંભ

By GS TEAM
13 Dec 20251 min read
TukuTouch Logo
ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઈ યુનિવર્સિટી દ્વારા વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ(LUMS) દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના ભાગલા બાદ પહેલીવાર પાકિસ્તાનમાં સંસ્કૃત ભણાવાશે, લાહોર યુનિ.માં કોર્સનો પ્રારંભ
(AI IMAGE)

Sanskrit in Pakistani University: ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ પ્રથમ વખત પાકિસ્તાનમાં કોઈ યુનિવર્સિટી દ્વારા વર્ગખંડોમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સિસ(LUMS) દ્વારા શાસ્ત્રીય ભાષા સંસ્કૃતનો ચાર ક્રેડિટનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. 

પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પગલું

આ પહેલ એક ત્રણ મહિનાની વીકએન્ડ વર્કશોપની સફળતા બાદ શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્વાનોએ સારો એવો રસ દાખવ્યો હતો. આ કોર્સના ભાગરૂપે, વિદ્યાર્થીઓને મહાભારત ટીવી શ્રેણીના આઇકોનિક થીમ ગીત 'હૈ કથા સંગ્રામ કી'ના ઉર્દૂ ભાષાંતરણથી પણ પરિચિત કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: થાઈલેન્ડ-કમ્બોડિયા સરહદે ભયાનક બોમ્બમારો, ટ્રમ્પનો સીઝફાયરનો દાવો 'મજાક' બન્યો

LUMS દ્વારા સંસ્કૃત કોર્સની શરૂઆત

ગુરમાની સેન્ટરના ડિરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં પંજાબ યુનિવર્સિટીની લાઇબ્રેરી ખાતે સંસ્કૃતના સૌથી સમૃદ્ધ છતાં સૌથી વધુ ઉપેક્ષિત આર્કાઇવ્સ (દસ્તાવેજી સંગ્રહ) પૈકી એક છે. LUMS દ્વારા શરૂ કરાયેલો આ કોર્સ પાકિસ્તાનના શૈક્ષણિક ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા અને તેના વારસાને પુનર્જીવિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.