હજુ લાંબુ ચાલશે યુદ્ધ? ટ્રમ્પના 50 દિવસના અલ્ટિમેટમ પર રશિયાએ કહ્યું- 'અમે ધમકીઓથી ડરતા નથી'
Russia's reaction to Donald Trump's 50-day ultimatum : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે, જો રશિયા 50 દિવસમાં યુક્રેન પર હુમલો બંધ નહીં કરે તો અમેરિકા તેની અર્થવ્યવસ્થા પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ લગાવશે.
'અમે અલ્ટિમેટમનો સ્વીકાર કરતાં નથી.'
રશિયાના ઉપ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે કહ્યું કે, 'અમે કોઈપણ પ્રકારના અલ્ટિમેટમનો સ્વીકાર કરતાં નથી.' ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, 'ટ્રમ્પની ટિપ્પણી ગંભીર છે અને માસ્કો આને વિસ્તારથી સમજાવાની કોશિશ કરશે.'
ટ્રમ્પે શું કહ્યું?
વાઈસ હાઉસમાં નાટો પ્રમુખ માર્ક રુટ્ટે સાથે બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, 'જો 50 દિવસમાં કરાર નહીં થાય તો અમે સખત ટેરિફ લાદીશું.' ટ્રમ્પે એ પણ જણાવ્યું કે, યુક્રેનને હથિયારોનો નવો માલ મોકલવાનો છે. જેમાં Patriot એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે. અમેરિકા આનો ખર્ચ ઉઠાવશે નહીં.
ક્યાં દેશને થશે અસર?
ટ્રમ્પેની યોજનામાં સેકન્ડરી ટેરિફ એટલે કે રશિયન ઓઈલ અને ગેસ ખરીદનારા દેશનો સમાવેશ થયા છે. જેમાં ચીન અને ભારત પણ આવી જાય છે. આ દરખાસ્ત કોંગ્રેસમાં રજૂ કરાયેલા દ્વિપક્ષીય બિલ માફક છે. જેમાં આવા દેશો પર 500 ટકા સુધીના ટેરિફ લાદવાની ભલામણ કરવામાં આવી છે. યુએસ વાણિજ્ય સચિવ હાવર્ડ લટકનિકે જણાવ્યું હતું કે, ટ્રમ્પ પાસે ટેરિફ અને પ્રતિબંધો બંને વિકલ્પો છે, અને તેઓ તેમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકે છે.
ચીને નારાજગી વ્યક્ત કરી
ચીને અમેરિકાની ટીકા કરીને 'લોંગ આર્મ જુરિસ્ડિક્શન' ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકાએ બેઇજિંગ અને માસ્કો વચ્ચેના ઊર્જા સંબંધોમાં દખલ ન કરવી જોઈએ. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પણ મળ્યા હતા. જેમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સહમતિ કરવામાં આવી હતી.
રશિયાની પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન પછી રશિયાએ સ્પષ્ટ જણાવ્યું કે, 'અમે ધમકીઓથી ડરતા નથી અને કોઈ દબાણ સામે ઝૂકીશુ પણ નહીં.' રયાબકોવેએ કહ્યું કે, 'માસ્કો રાજદ્વારી વાટાઘાટોને પસંદ કરશે, પરંતુ તેને પશ્ચિમ તરફથી લોખંડી ખાતરીની જરૂર છે. જેમાં ખાસ કરીને યુક્રેન નાટોનો ભાગ નહીં બને.'
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયામાં જ પરમાણુ યુદ્ધ શરૂ થયું હોત, ટ્રમ્પનો ફરી મોટો દાવો
યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ સોમવારે 'X' પર જણાવ્યું હતું કે, તેમણે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી અને નવી લશ્કરી સહાય અને શાંતિ પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અમે શક્ય તેટલા ઉત્પાદક રીતે શાંતિ જાળવવા માટે તૈયાર છીએ.