Get The App

ભારત અમને રૂપિયો નહીં ચાઇનીઝ કરન્સીમાં ઓઇલના પૈસા ચૂકવે છે...' રશિયાના ડેપ્યુટી PMનો દાવો

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અમને રૂપિયો નહીં ચાઇનીઝ કરન્સીમાં ઓઇલના પૈસા ચૂકવે છે...' રશિયાના ડેપ્યુટી PMનો દાવો 1 - image


Donald Trump:
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે તેવા દાવા વચ્ચે રશિયાના નાયબ વડાપ્રધાન એલેકઝેન્ડર નોવાકે કહ્યું હતું કે, રશિયા ભારતનો ટોચનો ક્રૂડ સપ્લાયર છે. ભારત રશિયન ક્રૂડની આયાત માટે ચૂકવણી હવે રૂબલ કે રૂપિયામાં નહીં, પણ ચાઇનીઝ કરન્સી યુઆનમાં પેમેન્ટ કરે છે. 

ચાઇનીઝ કરન્સીમાં પેમેન્ટનો હિસ્સો ઓછો

રશિયન મીડિયા સાથે ઇન્ટરવ્યુમાં નોવાકે જણાવ્યું હતું કે, ભારતે રશિયન ક્રૂડ માટે અમુક પેમેન્ટ ચીનની કરન્સી યુઆનમાં કરવાની શરુઆત કરી છે. જો કે, હજી પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન રશિયન કરન્સી રૂબલમાં થાય છે. ઉલ્લેખનીય છે કે, જૂના રિપોર્ટ અનુસાર, ભારત રશિયન ક્રૂડ માટે મુખ્યત્વે ભારતીય કરન્સી રૂપિયામાં પેમેન્ટ કરે છે. 

ચીન બાદ બીજો મોટો ખરીદદાર

એનર્જી એન્ડ ક્લિન એર રિસર્ચ સેન્ટર અનુસાર, સપ્ટેમ્બરમાં ચીન બાદ ભારત રશિયન ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ તેના પર લાદવામાં આવેલા પશ્ચિમી પ્રતિબંધોના કારણે ક્રૂડ બિઝનેસ માટે યુઆન અને યુએઈ કરન્સી દિરહામ સહિત વૈકલ્પિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે. પારંપારિક રૂપે મધ્ય-પૂર્વીય ક્રૂડ ઓઇલ પર નિર્ભર છે. ફેબ્રુઆરી, 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ રશિયન ક્રૂડની આયાતમાં વૃદ્ધિ થઈ છે. પશ્ચિમી પ્રતિબંધો અને યુરોપિયન માગમાં ઘટાડો થતાં રશિયા ક્રૂડ પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેના લીધે ભારતે પણ રશિયન ક્રૂડની આયાત 1 ટકાથી વધારી આશરે 40 ટકા થઈ છે.

ટ્રમ્પ કરી રહ્યા છે આ દાવો

રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝેન્ડર નોવાક ભારત દ્વારા રશિયન ક્રૂડની ખરીદી વધી હોવા ઉપરાંત તેના પેમેન્ટ માટે ચાઇનીઝ કરન્સીનો ઉપયોગની વાતો કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, મેં વડાપ્રધાન મોદી સાથે ભારત દ્વારા રશિયન ક્રૂડની નિરંતર આયાત પર ચિંતા વ્યક્ત કરી છે અને વડાપ્રધાન મોદીએ મને આશ્વાસન આપ્યું છે કે, રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે. આ એક મોટું પગલું છે. ટ્રમ્પના દાવા મુદ્દે ભારતે હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી.


ભારત અમને રૂપિયો નહીં ચાઇનીઝ કરન્સીમાં ઓઇલના પૈસા ચૂકવે છે...' રશિયાના ડેપ્યુટી PMનો દાવો 2 - image

Tags :