World

રશિયાએ અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- ઇઝરાયલને સીધી લશ્કરી સહાય ન કરો, અસ્થિરતા ઊભી થશે

By GS TEAM
18 Jun 20252 mins read
TukuTouch Logo
13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ, પરમાણુ સુવિધાઓ અને ઓઇલ-ગેસ સાધનો પર મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાને 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામ અપાયું, જેમાં 200થી વધુ લડાકૂ વિમાનોએ ભાગ લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયાએ અમેરિકાને આપી ચેતવણી, કહ્યું- ઇઝરાયલને સીધી લશ્કરી સહાય ન કરો, અસ્થિરતા ઊભી થશે

Russia Warns US Over Iran: 13 જૂન, 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ, પરમાણુ સુવિધાઓ અને ઓઇલ-ગેસ સાધનો પર મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાને 'ઓપરેશન રાઇઝિંગ લાયન' નામ અપાયું, જેમાં 200થી વધુ લડાકૂ વિમાનોએ ભાગ લીધો. આ હુમલામાં ઈરાનના ચાર વરિષ્ઠ સૈન્ય કમાન્ડર, છ પરમાણુ વૈજ્ઞાનિક અને 78 નાગરિક માર્યા ગયા. આ વચ્ચે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી છે કે અમેરિકાએ ઇઝરાયલને સીધી લશ્કરી સહાય પૂરી પાડવી જોઈએ નહીં અથવા તો તેનો વિચાર પણ ન કરવો જોઈએ. બીજી તરફ ઇઝરાયલી વાયુસેનાએ ઈરાનના સૈન્ય અડ્ડા પર વધુ ત્રણ ફાઈટર હેલિકોપ્ટરોને નષ્ટ કર્યા.

રશિયાના નાયબ વિદેશ મંત્રી સેરગેઈ ર્યાબકોવે અમેરિકાને ચેતવણી આપી છે કે ઇઝરાયલને સીધી લશ્કરી સહાય મધ્ય પૂર્વમાં મોટાપાયે અસ્થિર ઊભી કરી શકે છે. બુધવારે તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા હવાઈ યુદ્ધનો સામનો કરી રહ્યો છે.

આ પણ વાંચો: ઈરાન આત્મસમર્પણ નહીં કરે, યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે તો ભયંકર યુદ્ધ થશે: ખામેનેઈની ધમકી

ખામેનેઈના સંબોધન બાદ ઇઝરાયલનો ઈરાન પર હુમલો

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ આજે (18 જૂન) રાષ્ટ્રને સંબોધિત કર્યું. લાઈવ ટીવી સંબોધનની કેટલીક મિનિટ બાદ ઇઝરાયલી ફાઈટર વિમાનોએ તેહરાનના લવીજાન વિસ્તાર પર હવાઈ હુમલા કર્યા. લવીજાનને ખામેનેઈનું સંભાવિત ગુપ્ત ઠેકાણું માનવામાં આવી રહ્યું છે. આ હુમલાના સમયને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર અટકળો તેજ થઈ ગઈ છે કે ક્યાંક ખામેનેઈ ખુદ આ હુમલાના નિશાન તો ન હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હાલમાં જ ખુલ્લીને કહ્યું હતું કે, જો ખામેનેઈને ખતમ કરી દેવામાં આવે, તો યુદ્ધ અને ઈરાની શાસન બંને ખતમ થઈ જશે.

અમે ખામેનેઈનું લોકેશન જાણીએ છીએ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ ક્યાં સંતાયેલા છે. તેઓ સરળ ટારગેટ છે, પરંતુ અમે તેમને હજુ મારીશું નહીં.' હવે અમેરિકાની ધીરજ ખૂટી ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાનને કડક ચેતવણી તરીકે ગણવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે યુરોપમાં 40 થી વધુ ફાઇટર જેટ મોકલ્યા છે, જેથી સંભવિત હુમલાની અટકળો વધી ગઈ છે.

આ પણ વાંચો: ઈરાન કે ઇઝરાયલ... કોની સાથે છે દુનિયાના શક્તિશાળી દેશ? જાણો ભારતનું વલણ