Iran Israel War: ઈરાન કે ઇઝરાયલ... કોની સાથે છે દુનિયાના શક્તિશાળી દેશ? જાણો ભારતનું વલણ
Iran Israel War 2025: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ યુદ્ધ હવે ફક્ત બે દેશો વચ્ચેની લડાઈ નથી રહી, પરંતુ તે વૈશ્વિક રાજકારણનો અખાડો બની ચૂક્યો છે. 13 જૂન, 2025 થી શરુ થયેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં વિશ્વનો કયો શક્તિશાળી દેશ કોની સાથે છે? આ સવાલ પર હવે માત્ર મધ્ય પૂર્વના રાજકારણનો ભાગ નથી રહ્યો, પરંતુ અમેરિકા, યુરોપ, એશિયા અને વિશ્વની મોટી શક્તિઓના એજન્ડાનો ભાગ બની ગયો છે.
ઈરાન દ્વારા પરમાણુ પરિક્ષણની કોશિશના કારણે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા આ સંઘર્ષ માત્ર મિસાઈલ અને હવાઈ હુમલા પૂરતો મર્યાદિત નથી. તે વિશ્વના બદલાતા વ્યૂહાત્મક ધ્રુવીકરણ, રાજનીતિ અને ભવિષ્યની લશ્કરી નીતિઓનું પણ પરિક્ષણ થઈ રહ્યું છે. ભારત જેવા દેશો તટસ્થતા સાથે સંયમ દાખવી રહ્યા છે, ત્યારે અમેરિકામાં પણ નીતિગત વિરોધ ઉભરી રહ્યો છે.
આ પણ વાંચો : ઈરાન આત્મસમર્પણ નહીં કરે, યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે તો ભયંકર યુદ્ધ થશે: ખામેનેઈની ધમકી
અમે ખામેનેઈનું લોકેશન જાણીએ છીએ: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે, 'અમે જાણીએ છીએ કે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ ક્યાં સંતાયેલા છે. તેઓ સરળ ટારગેટ છે, પરંતુ અમે તેમને હજુ મારીશું નહીં.' હવે અમેરિકાની ધીરજ ખૂટી ગઈ છે. ટ્રમ્પના આ નિવેદનને ઈરાનને કડક ચેતવણી તરીકે ગણવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે યુરોપમાં 40 થી વધુ ફાઇટર જેટ મોકલ્યા છે, જેથી સંભવિત હુમલાની અટકળો વધી ગઈ છે.