Get The App

'યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી, હું આ વાત કાગળ પર લખીને આપવા તૈયાર', પુતિનનું નિવેદન

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
'યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી, હું આ વાત કાગળ પર લખીને આપવા તૈયાર', પુતિનનું નિવેદન 1 - image

Putin's Statement On Europe : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે મક્કમ પ્રયાસ કરી રહ્યા છે. યુરોપ પણ રશિયા પર યુક્રેન સંઘર્ષમાંથી ખસી જવા માટે ભારે દબાણ લાવી રહ્યું છે. આ દરમિયાન યુરોપ અને રશિયા વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન યુરોપ અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. તેવામાં પુતિનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવે છે કે, 'યુરોપ પર ક્યારેય હુમલો કરવાનો મારો ઈરાદો નથી, હું આ વાત કાગળ પર લખીને આપવા તૈયાર...'

યુરોપ-રશિયાના બગડતાં સંબંધો વચ્ચે પુતિનનું નિવેદન

રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે યુરોપ બંને દેશના સંઘર્ષો પૂર્ણ કરવાના પ્રયાસમાં છે. આ બધા વચ્ચે યુરોપ અને રશિયા વચ્ચેના સંબંધો પર અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે, ત્યારે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, 'તેમનો ક્યારેય યુરોપ પર હુમલો કરવાનો ઇરાદો નહોતો. હું કાગળ પર લખી શકું છું કે, અમે ક્યારેય યુરોપ પર હુમલો કરીશું નહીં.' 

પુતિને કહ્યું કે, 'યુરોપિયન નેતાઓ કદાચ પોતાના લોકો માટે ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હશે, અથવા કદાચ તેઓ હથિયાર બનાવવા વાળી કંપનીઓને ભલામણી કરી રહ્યા હશે. પરંતુ અમારા માટે આ તદ્દન બકવાસ છે. જો યુરોપિયન દેશો ઇચ્છે તો, તે કાગળ પર લેખિત ગેરંટી આપવા તૈયાર છે કે, તે નાટો કે યુરોપ પર હુમલો નહીં કરે.'

પુતિને આ નિવેદન કેમ આપ્યું?

ટ્રમ્પના 28 પોઈન્ટ પીસ પ્લાનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં રશિયા પાસેથી યુરોપ પર હુમલો ન કરવાની લેખિત ગેરંટીની માગ કરવામાં આવી હતી. પુતિને તેને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'રશિયા પાસે યુરોપ પર હુમલો કરવાની કોઈ યોજના નથી. આ સંપૂર્ણ જૂઠાણું છે. અમે યુરોપ પ્રત્યે કોઈ આક્રમક યોજનાની કલ્પના પણ નથી કરતા. આ એક ગદ્દાર દ્વારા ફેલાવવામાં આવેલી વાત છે જે લોકોને તેમના રેટિંગ વધારવા અને હથિયાર ઉદ્યોગને ફાયદો પહોંચાડવા માટે ડરાવી રહ્યા છે. કદાચ યુરોપિયન નેતાઓ ફક્ત તેમના લોકો માટે ખોટો ભ્રમ પેદા કરવા માગે છે. પરંતુ અમારી દ્રષ્ટિએ આ સંપૂર્ણપણે બકવાસ છે.'

આ પણ વાંચો: 'વ્હાઇટ હાઉસ નજીક થયેલા હુમલામાં પાકિસ્તાનના ISIનો હાથ', ટ્રમ્પના આરોપ બાદ તાલિબાન સરકારનો જવાબ

યુક્રેન યુદ્ધ અંગે પુતિને કહ્યું કે, 'અમે યુક્રેન યુદ્ધમાં ક્રિમીયા અથવા પૂર્વીય પ્રદેશો (ડોનેત્સ્ક અને લુહાન્સ્ક) પર કોઈ છૂટછાટ આપીશું નહીં. અમે શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ નાટોનું વિસ્તરણ બંધ થવું જોઈએ અને યુક્રેનને હથિયારો સપ્લાઈ બંધ થાય. જો યુક્રેનની સેના મોરચા પરથી પીછેહઠ કરશે, તો અમે પણ અમારા હથિયારો સોંપી દઈશું. પરંતુ જો તેઓ પીછેહઠ નહીં કરે, તો અમે સેનાના માધ્યમથી વિજય પ્રાપ્ત કરીશું.'