સારું કહેવાય કે ઝેલેન્સ્કીને માર્યા નહીં: ટ્રમ્પના ગુસ્સા પર રશિયાનો કટાક્ષ
Volodymyr Zelensky And Donald Trump : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અમેરિકન મીડિયા સામે જાહેરમાં બોલાચાલી થયા બાદ હવે રશિયાએ પણ પ્રતિક્રિયા આપી રશિયાએ બંને નેતાની મુલાકાત પર કટાક્ષ કર્યો છે અને રશિયન વ્હાઇટ હાઉસમાં આ મુદ્દે ખુશી વ્યક્ત કરી છે.
ઝેલેન્સ્કી-ટ્રમ્પ વચ્ચે બોલાચાલીથી રશિયા ખુશ
રશિયન વ્હાઇટ હાઉસમાં ઝેલેન્સ્કી-ટ્રમ્પની બોલાચાલી અંગે ખુશી વ્યક્ત કરવાની સાથે એવું કહેવાયું છે કે, ઝેલેન્સ્કી તેના જ હક્કદાર છે. બંને વચ્ચે થયેલી લડાઈ મોસ્કો માટે ભેટ સમાન છે. મોસ્કો ટ્રમ્પની નવી સરકાર સાથે શ્રેષ્ઠ સંબંધો સ્થાપવા માટે કામ કરી રહ્યું છે.
‘જે હાથે ખવડાવ્યું, તેણે જ હાથ કાપ્યા’
રશિયન સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ મેદવેદેવે ટેલિગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ઓવલ ઑફિસમાં ઝેલેન્સ્કીનું ખરાબ રીતે અપમાન થયું.’
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યું કે, ‘યુક્રેનના રાષ્ટ્રપતિ બચી ગયા, નહીં તો ટ્રમ્પ-વેન્સ વચ્ચે ઉગ્ર ચર્ચા દરમિયાન ઝેલેન્સ્કી પર હુમલો કરી દીધો હોત. ચેનલો પર બધાએ બધું જોયું. જે હાથે ખવડાવ્યું, તે જ ઝેલેન્સ્કીના હાથ કાપી રહ્યા હતા.’
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું કે, ટ્રમ્પના જવાબથી ઝેલેન્સ્કીને જોરદાર લાફો પડ્યો છે. ઝેલેન્સ્કી હવામાં હતા, પરંતુ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે તેમના પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો : સર ગંગારામ જેમના નામે પાકિસ્તાન બનાવી રહ્યું છે હવેલી, લાહોર નિર્માતા પણ કહેવાય છે
ટ્રમ્પ-ઝેલેન્સ્કી વચ્ચે થઈ હતી બોલાચાલી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી વચ્ચે કેમેરા સામે બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.' ઓવલ ઑફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.
ઝેલેન્સકીએ કહ્યું- હું માફી નહીં માંગું
ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેના તેમના વ્યવહાર માટે માફી માંગવાનો ઇન્કાર કર્યો હતો. જો કે ઝેલેન્સકીએ સ્વીકાર્યું કે, જે પણ થયું તે બંને પક્ષો વચ્ચેના સંબંધો માટે સારું નથી.
આ પણ વાંચો : ઉત્તર કોરિયાએ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા, પણ જીવના જોખમે ત્યાં જશે કોણ?