સર ગંગારામ જેમના નામે પાકિસ્તાન બનાવી રહ્યું છે હવેલી, લાહોર નિર્માતા પણ કહેવાય છે
Image: Facebook
Sir Ganga Ram: ભારતમાં ખાસ કરીને નવી દિલ્હીમાં રહેતાં ઘણા લોકો સર ગંગા રામ હોસ્પિટલ વિશે જાણે છે. આ હોસ્પિટલ નવી દિલ્હીમાં સ્થિત છે અને એક પ્રતિષ્ઠિત હોસ્પિટલ તરીકે પ્રસિદ્ધ છે પરંતુ ઘણા ઓછા લોકો એ વિશે જાણે છે કે લાહોરમાં પણ એક સર ગંગા રામ હોસ્પિટલ છે, જેને પોતે સિવિલ એન્જિનિયર અને સમાજસેવી સર ગંગા રામે 1921માં સ્થાપિત કરી હતી. તેમને લાહોરના નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે કેમ કે તેમણે આ શહેરના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. સર ગંગારામનું જીવન કાર્ય આજે પણ લોકોના દિલમાં જીવિત છે. તાજેતરમાં જ હરુન રાશિદે એક પોસ્ટના માધ્યમથી લાહોર સ્થિત સર ગંગા રામના પૈતૃક ઘરની પુનર્સ્થાપનાની જાહેરાત કરી.
સર ગંગારામનો જન્મ 1851 માં પંજાબ (હવે પાકિસ્તાનમાં) ના એક નાના ગામમાં થયો હતો. એક સામાન્ય પરિવારથી હોવા છતાં તેમણે પોતાની મહેનત અને ધગશથી શિક્ષણ મેળવ્યું અને એક પ્રતિષ્ઠિત સિવિલ એન્જિનિયર તરીકે ઉભરીને સામે આવ્યા. તેમણે ભારતીય ઉપખંડમાં ઘણા મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની યોજના બનાવી અને તેનું નિર્માણ કર્યું.
પાકિસ્તાન હવેલી બનાવી રહ્યું છે
તાજેતરમાં જ હરુન રાશિદે એક પોસ્ટના માધ્યમથી લાહોર સ્થિત સર ગંગા રામના પૈતૃક ઘરની પુનર્સ્થાપનાની જાહેરાત કરી. પોસ્ટમાં ચાર તસવીરો પણ શેર કરવામાં આવી, જેમાં આ ઐતિહાસિક ભવનને તેની પૂર્વ શાનમાં જોઈ શકાય છે. સર ગંગા રામનું ઘર વિભાજન બાદ ખંડેરમાં બદલાઈ ગયું હતું. હવે ફરીથી પોતાની જૂની સ્થિતિમાં બદલાઈ ચૂકી છે. આ ઐતિહાસિક ઘરની પુનર્સ્થાપનાથી સર ગંગા રામની મહાનતા અને તેમના પરિવાર માટે તેમના પૈતૃક સ્થાનનું મહત્ત્વ પુન: સ્થાપિત થયું છે.
લાહોર નિર્માતાના નામથી ફેમસ
સર ગંગારામને લાહોર નિર્માતાના નામથી પણ ઓળખવામાં આવે છે કેમ કે તેમણે આ શહેરના વિકાસમાં વિશેષ યોગદાન આપ્યું. તેમના દ્વારા બનાવવામાં આવેલા ઘણા મહત્ત્વપૂર્ણ ભવન અને સંસ્થા આજે પણ લાહોરની ઓળખ છે. તેમનું સૌથી પ્રસિદ્ધ યોગદાન છે સર ગંગારામ હોસ્પિટલ અને એચકિસન કોલેજ છે. બંને સંસ્થા લાહોરમાં સ્થિત છે અને આજે પણ ઉત્કૃષ્ટતાના પ્રતીક માનવામાં આવે છે.
તેમણે લાહોરમાં પાણી પુરવઠા વ્યવસ્થા, માર્ગ નિર્માણ અને ઘણા પુલોનું નિર્માણ કરાવ્યું. આ શહેરના વિકાસમાં મિસાલ સાબિત થયું. સર ગંગારામનું યોગદાન ન માત્ર વાસ્તુકલા સુધી મર્યાદિત હતું પરંતુ તેણે સમાજના ઉત્થાન માટે પણ કાર્ય કર્યું અને ઘણા પરોપકારી કાર્યોને અંજામ આપ્યું.
આ પણ વાંચો: ઉત્તર કોરિયાએ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા, પણ જીવના જોખમે ત્યાં જશે કોણ?
લાહોરમાં પણ સર ગંગારામ હોસ્પિટલ
સર ગંગારામ હોસ્પિટલની સ્થાપના 1921માં થઈ હતી, જે આજે પણ લાહોરની એક મુખ્ય હોસ્પિટલ છે. આ હોસ્પિટલ તેની સમાજસેવા અને માનવતાના પ્રત્યે પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ સિવાય એચકિસન કોલેજની સ્થાપના પણ સર ગંગારામે કરી હતી, જે લાહોરના સૌથી પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત સ્કુલોમાંથી એક છે.
વિભાજનના સમયે સર ગંગારામનો પરિવાર લાહોરથી દિલ્હી આવી ગયો હતો પરંતુ તેમનું યોગદાન બંને દેશોમાં આજે પણ જીવિત છે. સર ગંગારામના વંશજ તાજેતરમાં જ પાકિસ્તાન ગયા હતાં જ્યાં તેમણે લાહોરમાં પોતાના પૂર્વજોના ઘરના પુન:નિર્માણનો પ્રવાસ કર્યો. આ ઘર સર ગંગારામના પરિવારનો હતો અને વિભાજન બાદ આ ખંડેરમાં બદલાઈ ગયો હતો. હવે પાકિસ્તાનના લાહોરમાં આ ઘરને ફરીથી પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે.
સર ગંગા રામની પ્રપૌત્રી પારુલ દત્તાએ કહ્યું, 'જે ઘરમાં મારા પિતા, તેમના ભાઈ-બહેન અને પિતરાઈ ભાઈ-બહેન રહેતાં હતાં. તે ઘરમાં રહેવું ખરેખર જાદું જેવું હતું. આ કંઈક એવું હતું જેમ કે હું 2004માં લાહોરના પહેલા પ્રવાસ બાદથી શોધી રહી હતી. મારા પિતાએ 1986માં લાહોરનો પ્રવાસ કર્યો હતો. તે વર્ષે તેમના સ્કુલ એચિસન કોલેજનો શતાબ્દી ઉત્સવ હતો, જે સર ગંગા રામ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યાં તેમણે જેલ રોડ પર તે સ્થાન જ્યાં તેમને પોતાનું ઘર યાદ આવતું હતું, ત્યાં હવે એક ફ્લાયઓવર બનેલો હતો.'